અમિતાભ બચ્ચનનાં ઘરમાં ઘુસ્યો ચોર, અંતે થઇ ધરપકડ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • અમિતાભ બચ્ચનનાં ઘરમાં ઘુસ્યો ચોર, અંતે થઇ ધરપકડ

અમિતાભ બચ્ચનનાં ઘરમાં ઘુસ્યો ચોર, અંતે થઇ ધરપકડ

 | 2:56 pm IST

ફરી એકવાર અભિનેતા અમિતાભ બચ્ચનના બંગલામાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ ચોરની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ ચોર બીગ બીના બંગલાની ચોકીદારી કરતા સુરક્ષાગાર્ડની નજરોથી સંતાઇને દીવાલ કૂદીને ઘરમાં પ્રવેશ્યો હતો.

આ ઘટના બિગ બીનાં જૂહુ સ્થિત બંગ્લા પર બની હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આ આરોપીનું નામ બનવારીલાલ યાદવ છે, જે બિહારનો રહેવાસી છે. આ આરોપીની ઉંમર 25 વર્ષ છે. જો કે આરોપી પોતાને ગાયક ગણાવે છે. જુહૂ પોલીસે આરોપીની ધરપકડ કરી આઇપીસીની કલમ 447 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે, આ પહેલા પણ અમિતાભ બચ્ચનનાં જલસા નામનાં બંગલામાં ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. જો કે તે સમયે પણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, બચ્ચન પરિવાર પાસે મુંબઇમાં ત્રણ બંગલા છે, જેમાં પ્રતિક્ષા, જલસા અને જનક નામનાં બંગલાનો સમાવેશ થાય છે. જલસા નામનાં બંગલામાં અમિતાભ, જયા, અભિષેક અને ઐશ્વર્યા રહે છે. જ્યારે પ્રતિક્ષામાં અમિતાભનાં નાના ભાઇ અજિતાભ રહે છે. જ્યારે જનક બંગલાનો ઉપયોગ બચ્ચન પરિવાર કાર્યાલય તરીકે કરે છે અને અહિંયા એક જિમ પણ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન