Amitabh bachchan in marathi film ab aani cd with vikram gokhale
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફિલ્મનું બજેટ હતુ ઓછુ તો ઘરેથી લાવ્યા કપડાં, એટલે જ અમિતાભ કહેવાય છે મહાનાયક

ફિલ્મનું બજેટ હતુ ઓછુ તો ઘરેથી લાવ્યા કપડાં, એટલે જ અમિતાભ કહેવાય છે મહાનાયક

 | 6:03 pm IST

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પોતાની કેરિયરના એ પડાવ પર છે જ્યાં તેઓ ઇચ્છે તેવા નખરા પાવર કરી શકે, પણ નહીં મહાનાયક માત્ર નામના જ મહાનાયક નથી પણ ખરેખર મહાનાયક છે. અમિતાભે ફિલ્મ ક્ષેત્રે પાંચ દશકાથી વધારે સમય આપ્યો છે દર્શકોને હંમેશા એવુ આપે છે જેનાથી તેમના પ્રશંસકો વધતા જ જાય છે. આ જ રીતે મહાનાયક હાલમાં એક મરાઠી ફિલ્મ કરી રહ્યા છે. મહાનાયકની આ પહેલી મરાઠી ફિલ્મ છે. એબી આણી સીડી ફિલ્મમાં અભિનેતા વિક્રમ ગોખલે સાથે કામ કરી રહ્યા છે.

ફિલ્મ માટે ઘરેથી લાવ્યા કપડાં મહાનાયક
આ ફિલ્મ કેટલી ચાલશે એ તો આવનારો સમય નક્કી કરશે પણ આ ફિલ્મે અત્યારથી જ ચર્ચામાં છવાઈ ચુકી છે. નિર્માતા અક્ષય બારદાપુરકે ફિલ્મ સાથે જોડાયેલી કેટલાક કિસ્સાઓ શેર કર્યા છે. અક્ષયે જણાવ્યું કે આ ફિલ્મના મેકર્સ પાસે અમિતાભના પાત્ર માટે જોઈએ તેટલું બજેટ ન હોવાથી બચ્ચને સામે ચાલીને પોતાના કપડાની વ્યવસ્થા કરી હતી.

બચ્ચનને જ્યારે કહેવામાં આવ્યું કે કપડાના માપ માટે ક્યારે કારીગર આવે ત્યારે તેમણે જણાવ્યું કે મારા કપડાની ચીંતા ન કરો હું મારી વ્યવસ્થા કરી લઈશ. ફિલ્મના શુટીંગ સમયે બચ્ચન તેની આખી વેનિટી વાન લઈને આવી પહોંચ્યા હતા જેમાં 20 કપડાઓ હતા. બચ્ચને કહ્યું કે આઓ નક્કી કરી લઈએ ક્યા કપડા સારા લાગશે.

આટલા દિગ્ગજ કલાકાર હોવા છતાં આટલી સહજતાથી મદદ કરી પોતાની રીતે કામ કરનાર આ કલાકારને લાખ લાખ સલામ.

આ વીડિયો જુઓ: કઈ ફિલ્મ્સ છે મોસ્ટ અવેઈટેડ ફિલ્મ્સ ઓફ 2020

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન