Amitabh bachchan jaya bachchan kajol at a durga puja pandal
  • Home
  • Featured
  • Photos: દુર્ગાષ્ટમી પર મહાનાયક અમિતાભ બન્યા ભક્તિમાં લીન, કાજોલે પુત્ર યુગ સાથે કરી પૂજા અર્ચના

Photos: દુર્ગાષ્ટમી પર મહાનાયક અમિતાભ બન્યા ભક્તિમાં લીન, કાજોલે પુત્ર યુગ સાથે કરી પૂજા અર્ચના

 | 9:04 am IST

દુર્ગાષ્ટમી પર મુંબઈમાં બોલિવૂડના સ્ટાર્સ દુર્ગા પંડાલમાં દર્શન અને પૂજા પાઠ કરવા પહોચ્યા હતા. મહાનાયક અમિતાભ બચ્ચન પત્ની જયા સાથે નોર્થ બોમ્બેમાં આયોજીત દુર્ગા પંડાલમાં દર્શન કરવા પહોંચ્યા હતા. કાજોલ અને મુખર્જી પરિવાર પણ આ સમયે ત્યાં હાજર રહ્યો હતો.

જયા બચ્ચને આ ખાસ અવસર પર સફેદ બંગાળી સ્ટાઈલની સાડી પહેરી હતી. માથા પર ગજરો લગાવ્યો હતો. અમિતાભે સફેદ રંગનો કુર્તો પહેર્યો હતો. ક્રીમ કલરની સ્ટોલથી અમિતાભ બચ્ચન ભારતીય પરિધાનમાં શોભી રહ્યા હતા. પૂજા પુરી થઈ ત્યાં સુધી અમિતાભ બચ્ચન માતાના દરબારમાં હાજર રહ્યા હતા.

કાજોલે તેના પુત્ર યુગ સાથે દર્શન કરવા આવી હતી. આ દરમિયાન કાજોલે મુખર્જી પરિવાર સાથે મળી પૂજા કરી હતી. પૂજા દરમિયાન જયા બચ્ચને કાજોલને માથા પર કુમકુમ લગાવ્યું હતુ.

કાજોલ સાથે તનીશા મુખર્જી તેની માતા તનુજા અને રાની મુખર્જીએ તસવીરો પડાવી હતી અને સોશિયલ મીડિયા પર શેર પણ કરી હતી. બંગાળીઓમાં દુર્ગા પૂજા ખુબજ મહત્વ ધરાવે છે. આ અવસરે મહિલાઓ ખાસ કરીને માતાની પૂજા અર્ચના કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન