amitabh maa teji bachchan eyes related emotional facebook post
  • Home
  • Entertainment
  • Bollywood
  • અમિતાભની ડાબી આંખ ફફડી, હોસ્પિટલે બતાવી પરત ફરીને માતાનો પાલવ યાદ કરતાં કહ્યું કે…

અમિતાભની ડાબી આંખ ફફડી, હોસ્પિટલે બતાવી પરત ફરીને માતાનો પાલવ યાદ કરતાં કહ્યું કે…

 | 11:30 am IST

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત ઘણા લાંબા સમયથી ઠીક ઠીક છે. કેટલાક સમય પહેલા જ બીગ બીને દવાખાનામાં દાખલ કરવા પડ્યા હતા. હવે અમિતાભના આંખમા પરેશાની થઈ ગઈ છે. આ વાતની જાણકારી તેણે ફેસબુક પોસ્ટ પર આપી છે.

FB 2609 – बायीं आँख फड़कने लगी ; सुना था बचपन में अशुभ होता है ; गए दिखाने डॉक्टर को , तो निकला ये 👇🏿 एक काला धब्बा…

Posted by Amitabh Bachchan on Monday, January 13, 2020

બીગ બીએ પોસ્ટ કરીને લખ્યું કે, ડાબી આંખ ફડકવા લાગી, નાના હતા ત્યારે સાંભળ્યું હતું કે કંઈક અશુભ થાય. ડોક્ટરને બતાવવા ગયો તો અંદરની નીકળો આંખની અંદર આ એક કાળો ડાઘ. ઉમરના કારણે, આંખનો જે સફેદ ભાગ હોય તે કાળો પડી ગયો છે. જેમ બાળપણમાં માતા તેના પલ્લુને ગોળ બનાવતી, તેને ફૂંક મારતી પછી ગરમ કરતી અને આંખમાં નાખતી. તેવું કંઈક કરો એટલે બધું સારું થઈ જશે. માતા તો હવે નથી. વીજળીના રૂમાલને ગરમ કર્યો છે. પરંતુ વાત કંઈ બની નહીં. કારણ કે માતાનો પલ્લુ તો માતાનો પલ્લુ હોય છે !! ‘

આ પોસ્ટ પરથી કહેવામાં આવી રહ્યું છે કે બીગ બીને માતા તેજીની ખુબ યાદ આવી રહી છે. આ પહેલા હાલમાં જ બીગ બીએ એક વીડિયો પોસ્ટ કરીને જુની યાદો તાજી કરી હતી. તેણે લખ્યું હતું કે, આવી પળો હંમેશા પ્રેમાળ હોય છે. અને જીવતા જઈએ છીએ. શેર કરવામાં આવેલો વીડિયો એક મિનિટ 4 સેકન્ડનો છે. આ વીડિયોમાં અમિતાભ અને હરિવંશ રાય બચ્ચન સાથે આખો પરિવાર દેખાઈ રહ્યો છે.

આ વીડિયો પણ જુઓ: બનાસકાંઠાના થરાદમાં મહિલાને માર્યો માર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન