Amitabh Bachchan made big mistake, had to apologize to Facebook user
  • Home
  • Entertainment
  • Bollywood
  • બિગ બીને ભૂલ ભારે પડી, જાહેરમાં માફી માગવી પડી

બિગ બીને ભૂલ ભારે પડી, જાહેરમાં માફી માગવી પડી

 | 11:50 pm IST
  • Share

  • બિગ બીને ‘દશહરા’ની જગ્યાએ ‘દશહેરા’ લખવાની ભૂલ પડી ભારે

  • તેઓ એક મહાન કવિના પુત્ર છે તેમને આવી કોઇ ભૂલ ન કરવી જોઇએ: યુઝર્સ

     

અમિતાભ બચ્ચનના સોશિયલ મીડિયા પ્રત્યેના વળગણને સૌ કોઇ જાણે છે. તેઓ મોટા ભાગે ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને પોતાના બ્લોગ પર પોતાની જિંદગી અને દુનિયાદારી સાથે સંકળાયેલી વાતોને શેર કરતા રહે છે. આ દશેરા પર તેમણે સોશિયલ મીડિયાથી પોતાના ફેન્સ અને ફ્રેંડ્સને શુભકામનાઓ આપી હતી. પરંતુ તેઓ પોતાની પોસ્ટમાં ભૂલ કરી બેઠા હતા જેના કારણે એક પ્રશંસકે તેમનો ક્લાસ લઇ લીધો હતો.

સીનિયર બચ્ચનની આ પોસ્ટ પર તેમના એક પ્રશંસકે તેમને 29 વર્ષ પહેલાની એક ભૂલ યાદ અપાવી હતી અને કહ્યું કે તેઓ એક મહાન કવિના પુત્ર છે તેમને એવી કોઇ ભૂલ ન કરવી જોઇએ. પરંતુ તેમા સૌથી ખાસ વાત એ રહી કે બિગ બીએ તે ફોલોઅર્સ પાસે પોતાની ભૂલની માફી માંગી હતી અને કહ્યું કે તેઓ આ ભૂલનો સુધારો કરશે.

 


ફોલોઅર્સે કલાસ લીધો

બિગ બીએ પોતાની ફેસબુક પોસ્ટમાં, ‘દશહરાની અનેક અનેક શુભકામનાઓ.’ બિગ બીના આ શુભકામના સંદેશ પર તેમના ફોલોઅર્સ રાજેશ કુમારે ભૂલ શોધીને જવાબ આપ્યો અને લખ્યું,‘સર! ખુદા ગવાહ’ના એક સિનમાં તમે ‘પેશેવર મુજરિમ’ના સ્થાને ‘પેશાવર મુજરિમ’ બોલતા નજર આવ્યા હતા. તમે એક મહાન કવિના પુત્ર છો. દશાનનની હાર પર બનેલા ‘દશહરા’ ન કે ‘દશહેરા’. 

રાજેશ કુમારના આ કોમેન્ટ પર અમિતાભ બચ્ચને રિપ્લાય કર્યો, ‘જે ખોટું થયું તે માટે ક્ષમાપ્રાર્થી છું અને હું સુધારો કરીશ. મને આ તરફ ધ્યાન દોરવા બદલ આભાર.’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો