Amitabh Bachchan made the mistake of considering Spinal TB as a back pen for years
  • Home
  • Featured
  • મહાનાયક અમિતાભ જ કરી બેઠા ગંભીર ભૂલ, બન્યા ગંભીર બિમારીનો ભોગ

મહાનાયક અમિતાભ જ કરી બેઠા ગંભીર ભૂલ, બન્યા ગંભીર બિમારીનો ભોગ

 | 1:02 pm IST

બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને સ્વાસ્થ્યને લઇને જાગૃતતા ફેલાવવામાં હંમેસા આગળ રહે છે. એટલું જ નહીં તે તેમના સ્વાસ્થ્યથી જોડાયેલી સમસ્યાઓ અને બીમારીઓ અંગે લોકોને બિન્દાસ્ત જણાવે છે જેથી લોકો તેમના સ્વાસ્થ્યને લઇને બેદરકાર ન રહે. બિગ બીએ તેમની સૌથી બે મોટી બીમારીઓ હેપેટાઇટિસ અને ટીબીને લઇને પણ ખુલીને વાત કરે છે અને લોકોને કહ્યું કે બીમારીનું સમયસર જાણ થવી ખૂબ જરૂરી છે નહીંતર બાદમાં આ સમસ્યાઓ ખૂબ વધી જાય છે.

કરોડરજ્જૂના હાડકાના ટીબીને બેક પેન સમજવાની ભૂલની ગત દિવસોમાં અમિતાભ બચ્ચને ટીબીથી જોડાયેલી તેમની લડાઇ અંગે વાત કરતા જણાવ્યું કે તેમને કરોડરજ્જુના હાડકામાં ટીબીની બીમારી થઇ ગઇ હતી. જેને તે વર્ષો સુધી પીઠનો દુખાવો સમજવાના ભૂલ કરતા રહ્યા. તેમની આ ભૂલના કારણથી તેઓના ટીબીના ઇલાજમાં ઘણો સમય લાગ્યો અને તે કરોડરજ્જુના હાડકામાં થઇ રહેલા દુખાવાને સામાન્ય પીઠનો દુખાવો સમજતા હતા.

4-5 વર્ષ સુધી દુખાવો સહન કર્યા બાદ ટીબીનું નિદાન

બિગ બીએ કહ્યું કે તેમને લાગી રહ્યું હતું ખુરશી પર વધારે સમય સુધી બેસી રહેવાના કારણે તેમને પીઠ અને કમરમાં દુખાવો રહે છે. પરંતુ આશરે 4-5 વર્ષ સુધી આ દુખાવાને સહન કર્યા બાદ નિદાન કરાવ્યું તેમણે હકીકતમાં સ્પાઇનલ ટીબીની બીમારી થઇ ગઇ હતી. તે બાદ તેમણે ગંભીરતાની સાથે તેમની બીમારીનો ઇલાજ કરાવ્યો અને ત્યારે જઇને તે ટીબી ફ્રી થયા. અમિતાભ બચ્ચને આ વાત પર ભાર આપતા કહ્યું કે બીમારીનો સમયસર જાણ થવી ખૂબ જરૂરી છે. કારણકે તે જેટલી ખબર પડશે એટલું વહેલા દર્દીને બચાવી શકાશે.

2-3 અઠવાડિયાથી વધારે પીઠમાં દુખાવો હોય તો ડોક્ટરથી કરો સંપર્ક

ડૉક્ટરો અનુસાર હાલના દિવસોમાં એવા ઘણા કેસોની સંખ્યામાં વધારો થયો છે જે પીઠના દુખાવાને સામાન્ય સમજીને અનદેખું કરે છે. સમસ્યા વધવા પર ડોક્ટર પાસે પહોંચે છે તો સ્પાઇનલ ટીબી હોય છે. બે-ત્રણ અઠવાડિયાથી વધારે પીઠમાં દુખાવો થાય બાદ પણ આરામ ન મળે તો તરત ડોક્ટર પાસે જવું જોઇએ. આંકડા અનુસાર ડોક્ટર પાસે પહોંચનારા પીઠના દુખાવાના કેસોમાંથી 10 ટકા દર્દીઓમાં કરોડરજ્જુના હાડકાનો ટીબી હોવાનું માલૂમ પડે છે. તેનો યોગ્ય સમય પર ઇલાજ ન કરનારા લોકોમાં સ્થાયી રીતે દિવ્યાંગ થવાનો ખતરો રહે છે. તેની ઓળખ પણ જલદી થઇ શકતી નથી.

બીમારીના મુખ્ય લક્ષણ

– પીઠમાં દુખાવો
– કરોડરજ્જુના હાડકામાં અસહ્ય દુખાવો
– કરોડરજ્જુના હાડકા નમી જવા
– પગ અને હાથમાં વધારે પ્રમાણમાં કમજોરી
– હાથ અને પગની માંસપેશીઓમાં ખેંચાણ
– યુરીન પાસ કરવામાં તકલીફ
– કરોડરજ્જુના હાડકામાં સોજા આવવા
– શ્વાસ લેવામાં સમસ્યા

લાંબો સમય ચાલે છે ઇલાજ

સામાન્ય ટીબીનો ઇલાજ 6 મહિનામાં થઇ જાય છે. પરંતુ સ્પાઇનલ ટીબીને દૂર થવામાં 12-18 મહીનાનો સમય લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે ટીબીના જીવાણુ ફેફસાથી લોહીમાં પહોંચે છે અને કેટલીક વખત કરોડરજ્જુના હાડકા સુધી ફેલાય છે. વાળ અને નખને છોડીને ટીબી શરીરના કોઇપણ ભાગમાં થઇ શકે છે. જે લોકો યોગ્ય સમય પર તેનો ઇલાજ નથી કરાવતા કે ઇલાજ વચ્ચે છોડી દે છે તો કરોડરજજુના હાડકા ગળી જાય છે જેનાથી સ્થાયી અપંગતા આવી જાય છે. કોઇપણ ઉંમરના લોકોને કરોડરજ્જુના હાડકાનો ટીબીના શિકાર થઇ શકે છે. ટીબી બેક્ટેરિયા શરીરના બીજા ભાગ જેવા કે મગજ, પેટ અને અન્ય હાડકાઓને પણ અસર કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન