Mukesh Ambani Amitabh Bachchan for prayers at Lalbaugcha Raja.
  • Home
  • Featured
  • Photos: મહાનાયાક અમિતાભ બચ્ચન-દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી બપ્પાની ભક્તિમાં થયા લીન

Photos: મહાનાયાક અમિતાભ બચ્ચન-દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી બપ્પાની ભક્તિમાં થયા લીન

 | 8:48 am IST

સમગ્ર દેશમાં હાલ ગણેશોત્સવની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. નાના મોટા સૌ પર જાણેકે ગણપતિજીનો જાદૂ છવાયો છે. જ્યાં જુઓ ત્યાં ભાવિકો બપ્પાની આરાધના કરતાં નજરે ચડે છે. સમગ્ર બોલિવૂડમાં પણ ભક્તિનો રંગ છવાયેલો છે. આ ખાસ અવસર પર બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને દેશના સૌથી ધનાઢ્ય અને દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી એક સાથે બપ્પાના દર્શન કરવા પહોંચ્યા હતા. લાલબાગચા રાજાનો દરબાર હાલ સજેલો છે. આ બંને દિગ્ગજોએ એક સાથે માથા પર તિલક લગાવી બાપ્પાના આશીર્વાદ લીધા હતા.

મહાનાયક તેના પુત્ર અભિષેક સાથે ખુબજ બોન્ડીંગ ધરાવે છે. અમિતાભ બચ્ચન આવા ખાસ અવસર પર જરૂર તમને દેખાશે આ અવસરે તેમની સાથે તેમનો પુત્ર અભિષેક પણ હતો. તો દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી તેના બંને પુત્રો સાથે આકાશ અને અનંત સાથે લાલબાગચા રાજાના દરબારમાં પહોંચ્યા હતા.

આકાશ અંબાણીએ તેની પત્ની શ્લોકા મહેતા સાથે દર્શન કર્યા હતા. બંને ભારતીય પોષાકમાં સુંદર લાગતા હતા. 2 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ગણેશોત્સવની દેશભરમાં ધૂમધામ ચાલી રહી છે. લાલબાગચા રાજા સમગ્ર વિશ્વમાં જાણીતા છે. દર વર્ષે દૂર દૂરથી ભક્તો ખુબજ આસ્થા અને વિશ્વાસ સાથે દાદાના દરબારમાં આવે છે.

આ સિવાય જીતેન્દ્ર, સલમાન ખાન, નાના પાટેકરે પણ પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરી છે. મહાનાયક અમિતાભ બચ્ચનની આવનારી ફિલ્મો બ્રહ્માસ્ત્ર, ઝુંડ, ગુલાબો સિતાબો અને ચહેરે ફિલ્મની આતુરતાથી દર્શકો રાહ જોઈ રહ્યા છે. અભિષેક બચ્ચન અનુરાગ બાસુની એક ફિલ્મમાં કામ કરે તેવી ચર્ચા છે. જેમાં તે એકટ્રેસ આશા નેગી સાથે મુખ્ય ભૂમિકા નિભાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન