NIFTY 9,657.55 +69.50  |  SENSEX 31,311.57 +255.17  |  USD 64.4250 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ Video દ્વારા બિગ બી #GST ને સમગ્ર દેશમાં કરશે પ્રમોટ

આ Video દ્વારા બિગ બી #GST ને સમગ્ર દેશમાં કરશે પ્રમોટ

 | 7:28 pm IST

ભારત દેશ આઝાદ થયો ત્યાર પછી આ પહેલી જ વાર કેન્દ્ર સરકારે કરવેરા પદ્ધતિમાં ખુબ મોટો ફેરફાર કર્યો છે. આ વેરા પદ્ધતિને અમલમાં મૂકવાની પ્રક્રિયા હાલમાં અંતિમ તબક્કામાં છે. અગાઉ GST ની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુને રોકવામાં આવી હતી. જો કે, હવે બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચન ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો પ્રચાર કરતા નજરે પડશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં GST નો નવો અપ્રત્યક્ષ ટેક્ષની વ્યવસ્થા એક જુલાઇથી લાગુ થવાની છે.

કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં બિગ બી જીએસટીને પ્રમોટ કરતા નજર આવી રહ્યા છે.

કેન્દ્રીય આબકારી જકાત અને કસ્ટમ્સ વિભાગે 74 વર્ષીય અમિતાભ બચ્ચનને જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનો નિર્ણય લીધો છે. અમિતાભને દર્શાવતા 40 મિનિટના એક વિડિયોનું શૂટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને એને સર્ક્યૂલેટ કરવામાં આવી રહ્યો છે. જીએસટીને અમિતાભ દ્વારા પ્રમોટ કરાવતો આ બીજો વિડિયો ઉતારવામાં આવ્યો છે.