- Home
- Entertainment
- Bollywood
- રિટાયરમેન્ટની ખબરો વચ્ચે અમિતાભનો મોટો ધડાકો, એવા સંકેત આપ્યા કે બધા સમજી ગયાં

રિટાયરમેન્ટની ખબરો વચ્ચે અમિતાભનો મોટો ધડાકો, એવા સંકેત આપ્યા કે બધા સમજી ગયાં

બીગ બીએ કેટલાક સમય પહેલા મનાલીના અનુભવને શેર કરતાં કહ્યું હતું કે આ નાનકડી સુંદર જગ્યાએ ગાડીથી પહોંચવામાં મને 12 કલાક લાગ્યા. રસ્તા કંઈ સારા ન્હોતા. સાથે અહીનું વાતાવરણ પણ અલગ છે. લાગે છે હવે મારે રિટાયર્ડ થવું પડશે. ત્યારે એવા કયાસ લગાવવામાં આવી રહ્યા હતા કે અમિતાભ હવે રિટાયર્ડ થઈ જશે. પરંતુ એ વચ્ચે જ બીગ બીએ બધાને ચોંકાવ્યા છે.
અમિતાભ બચ્ચન અત્યારે બ્રહ્માસ્ત્રના ક્લાઇમેસના શૂટિંગ માટે મનાલીમાં છે. બિગબીએ તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર રણવીર કપૂર સાથેની એક તસવીર પોસ્ટ કરી છે. આ ફિલ્મમાં બચ્ચન સાથે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ મુખ્ય રોલમાં જોવા મળવાના છે. તો ફિલ્મમાં બિગ બી રણબીરના ગુરૂના રોલમાં છે.
T 3567 – ..minus degrees ..err like -3 .. protective gear .. and the work etiquette .. pic.twitter.com/EdB3maKZpA
— Amitabh Bachchan (@SrBachchan) December 1, 2019
અમિતાભે તસવીર પોસ્ટ કરી સાથે લખ્યું, માઇનસ 3 ડિગ્રીમાં કામ કરવાનો અનુભવ. આ ફોટો જોતાની સાથે જ બધા ચોંકી ગયા તે આટલી ઉંમરે આવા વાતાવરણમાં કઈ રીતે બીગ બી કામ કરતાં હશે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. ફિલ્મનું બજેટ 150 કરોડ રૂપિયા હોવાનું જણાયું છે. મૌની રૉયનો પણ ફિલ્મમાં નેગેટિવ રોલ હશે. સુપરસ્ટાર નાગાર્જુન પણ ફિલ્મમાં જોવા મળવાના છે જેથી આવી બીગ સ્ટારર ફિલ્મો જોવા માટે લોકો ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.
આ વીડિયો પણ જુઓ: નેવીની મહિલા પાઇલટ શિવાંગી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન