amitabh bachchan shares an old letter of son abhishek bachchan
  • Home
  • Entertainment
  • Bollywood
  • અમિતાભ બચ્ચને અભિષેકને લઈ કરી એક Tweet, સપૂત-કપૂત વિશે કહી દીધી મોટી વાત!

અમિતાભ બચ્ચને અભિષેકને લઈ કરી એક Tweet, સપૂત-કપૂત વિશે કહી દીધી મોટી વાત!

 | 1:35 pm IST

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે અવનવા વીડિયો અને ફોટો અપલોડ કરતા રહે છે. પરંતુ હાલમાં તેણે દીકરા અભિષેકને લઈ એક વાત કરી છે કે જેના કારણે ચર્ચામાં છે. તેણે અભિષેક બચ્ચનનો એક લેટર શેર કર્યો છે.

આ લેટરમાં અભિષેક પોતાના પિતાને એવો વિશ્વાસ અપાવી રહ્યા છે કે તે બહેન શ્વેતાનું અને માતા જયાનું ધ્યાન રાખશે. એટલે આ લેટર એ વખતનો છે કે જ્યારે બીગ બી ઘરથી દુર શુટિંગ કરી રહ્યા હતા અને અભિષેકને પપ્પા ખુબ યાદ આવતા હતા.

આ લેટરમાં અભિષેક પપ્પાને યાદ કરતાં લખે છે કે, ડાર્લિંગ પપ્પા, તમે કેમ છો. અમે બધા બરાબર છીએ અને હું તમને ખુબ મિસ કરી રહ્યો છું. પપ્પા તમે જલ્દી ઘરે આવી જાઓ. હું તમારી સ્માઈલ માટે ભગવાનને પ્રાર્થના કરું છું. ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે તમે ચિંતા ન કરતા. હું મમ્મી, શ્વેતા દીદી અને ઘરનું ધ્યાન રાખીશ. હું ક્યારેક ક્યારેક શરારત પણ કરું છું, આઈ લવ યું પાપા…. તમારો ડાર્લિંગ દીકરો અભિષેક…

બીગ બીએ અભિષેકનો આ લેટર શેર કરતી વખતે લખ્યું કે, આ લેટર અભિષેકે ત્યારે લખ્યો કે જ્યારે હું લાંબા આઉટડોર શેડ્યુલ પર હતો. આગળ બીગ બી લખે છે કે પૂત્ર સપૂત હોય તો ધનનો સંગ્રહ શું કરવાનો અને જો પૂત્ર કપૂત હોય તો પણ ધનનો સંચય શા માટે કરવાનો. તો અભિષેકે પણ કોમેન્ટ કરી કે, આ જોઈને ચોખ્ખું દેખાય આવે છે કે મે લેટર રાઈટિંગના કોર્સ કર્યા પહેલા આ લેટર લખ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન