Amitabh Bachchan's first look from 'Chehre' unveiled
  • Home
  • Featured
  • Photos: મિસ્ટ્રી થ્રિલર ફિલ્મમાં દમદાર ભૂમિકામાં મહાનાયક અમિતાભ, જુઓ અનોખો અંદાજ

Photos: મિસ્ટ્રી થ્રિલર ફિલ્મમાં દમદાર ભૂમિકામાં મહાનાયક અમિતાભ, જુઓ અનોખો અંદાજ

 | 9:26 am IST

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ફિલ્મ ઈંડસ્ટ્રીઝમાં છેલ્લા 5 દશકાથી સક્રિય છે અને પ્રશંસકોના દિલ પર રાજ કરે છે. આજે પણ તે એ રીતે કામ કરે છે જેને જોઈને ભલભલા યંગસ્ટર શરમાઈ જાય. એક વર્ષમાં ઢગલાબંધ ફિલ્મો, ટીવી શો તેમજ સતત સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. અમિતાભ બચ્ચને ફિલ્મ ‘ચેહરે’માં દમદાર ભૂમિકા નિભાવવાના છે તેની જાણકારી આપી છે. ફિલ્મમાં તેના પાત્રનો ન્યૂ લુક સામે આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર તેમની તસવીરો છવાઈ ગઈ છે. તસવીરોમાં અમિતાભ બચ્ચનનો રોબીલા અંદાજ દેખાઈ રહ્યો છે. બીગબી હંમેશની જેએ તેના અલગ અને લાક્ષણિક અંદાજથી છવાયેલા રહે છે.

સફેદ દાઢી, ચોટલી, કોટ પહેરેલો, મફલર લગાવેલ અને કેપ પહેરેલ અમિતાભ છવાઈ ગયા છે. તેમનો આ ખુબજ કુલ અંદાજ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી, રૂમી જાફરીનું નિર્દેશન અને આનંદ પંડિતે ફિલ્મનું નિર્માણ કાર્ય સંભાળ્યુ છે. આ ફિલ્મ 21 ફેબ્રુઆરી 2020ના રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન