amitabh bachchan shares funny viraL video of coronavirus
  • Home
  • Featured
  • VIDEO: જ્યારે બહારથી ઘરે આવો ત્યારે આવું થઈને આવવાનું, કોરોના તમારી આજુબાજુ ફરકશે પણ નહીં!

VIDEO: જ્યારે બહારથી ઘરે આવો ત્યારે આવું થઈને આવવાનું, કોરોના તમારી આજુબાજુ ફરકશે પણ નહીં!

 | 4:35 pm IST

કોરોના વાયરસને લગતા ઘણા વીડિયો આ દિવલોમાં માર્કેટમાં ફરે છે. એ વચ્ચે એક જબરદસ્ત વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટર પર શેર કર્યો છે. હાલમાં આ વીડિયો જોઈને લોકો ખુબ શીખી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. એક મહિલા જ્યારે શાકભાજી ખરીદીને બહારથી આવે તો તેને કઈ રીતે ફરીથી ઘર અંદર પ્રવેશવા દેવામાં આવે એનો આ વીડિયો છે.

બીગ બીએ આ વીડિયો શેર કરીને લખ્યું છે કે, હદ છે? લોકોએ આ વીડિયો જોઈને કોમેન્ટ પણ કરી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા સામાન ખરીદી બહારથી આવે છે. તો સૌથી પહેલા તો એક લાકડીથી તેનો સામાન અંદર લેવામાં આવે છે. ત્યારબાદ બે લોકો આવે છે અને સાબુવાળુ પાણી તેમજ પાણી મહિલા પર ફેંકીને તેને સાફ કરે છે. ત્યારબાદ જ તેને ઘરમાં એન્ટ્રી આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન