પરિવારમાં નવી વહુનું સ્વાગત કરતી બિગબીએ વધુ તસવીરો શેર કરી, જોઈ લો - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • પરિવારમાં નવી વહુનું સ્વાગત કરતી બિગબીએ વધુ તસવીરો શેર કરી, જોઈ લો

પરિવારમાં નવી વહુનું સ્વાગત કરતી બિગબીએ વધુ તસવીરો શેર કરી, જોઈ લો

 | 9:56 am IST

બોલિવુડના શહેનશાહ હાલ ઈન્ટરનેટના શહેનશાહ બન્યા છે. જે પ્રકારે અમિતાભ અભિનયમાં નંબર 1 છે, તેવી જ રીતે તે સોશિયલ મીડિયા પર પણ નંબર 1 બન્યા છે. રેગ્યુલર પોસ્ટ શેર કરીને તેઓ તેમના ફેન્સને ખુશ રાખે છે. રવિવારે તેમણે પોતાના પરિવાર સાથે જોડાયેલા એક ફંક્શનની તસવીરો શેર કરી છે.

FB 1799 – परिवार में शादी ,, और घर में एक और बेटी का स्वागत ,, 🙏🙏🙏🙏😃😃🤣🤣🤣🤣

Posted by Amitabh Bachchan on Sunday, November 12, 2017

આ તસવીરો શેર કરીને તેમણે જણાવ્યું કે, તેમના પરિવારમાં વધુ એક વહુનું સ્વાગત થયું છે. તેમના ભત્રીજાના લગ્ન બાદ વહુ ઘરે આવી છે. આ કાર્યક્રમમાં આખો બચ્ચન પરિવાર સામેલ થયો હતો. અમિતાભ, જયા, અભિષેક, ઐશ્વર્યા રાય, શ્વેતા નંદા પણ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જેની વધુ તસવીરો બિગબીએ રવિવારે શેર કરી હતી.