Amitabh Supports Mumbai Metro, Aarey activists protest outside his home
  • Home
  • Entertainment
  • Bollywood
  • અમિતાભની એક Tweetએ કરી દીધી મોટી બબાલ, બીગ બીના ઘર આગળ ટોળેટોળાં જામ્યા

અમિતાભની એક Tweetએ કરી દીધી મોટી બબાલ, બીગ બીના ઘર આગળ ટોળેટોળાં જામ્યા

 | 5:24 pm IST

KBCનાં લીધે અને તેમની એક્ટિંગના લીધે અમિતાભને અઢળક નામના મળી છે. જો કે હાલમાં તો તેને એક મુશ્કેલ સમયમાથી પસાર થવું પડી રહ્યું છે. આજે સવારથી એટલે કે બુધવારે સવારથી જ તેમની ઘર બહાર ભારે ભીડ એકઠી થયેલી જોવા મળી રહી છે અને બીગ બીનો વિરોધ કરી રહ્યા છે.

લોકો બીગ બી વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકો અમિતાભના ઘરની બહાર પોસ્ટર્સ અને બેનરો લઈને તેમનો વિરોધ કરી રહ્યા છે. અમિતાભે મુંબઈ મેટ્રોને કરેલો સપોર્ટ તેેને મોંઘો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને મુંબઈ મેટ્રોના સમર્થનમાં એક ટ્વિટ કર્યું હતું. જેના પરિણામે તેમના ઘરની બહાર વિરોધ થઈ રહ્યો છે.

આ પહેલા અમિતાભ બચ્ચને મંગળવારે એક ટ્વિટ કરીને મુંબઈ મેટ્રોને સપોર્ટ કર્યો હતો. અભિનેતાએ લખ્યું હતું કે, ‘આ પ્રદૂષણનું નિરાકરણ છે. મારા એક મિત્રને મેડિકલ ઈમરજન્સી હતી. તે કારના બદલે મેટ્રોમાં ગયો. પરત આવ્યા બાદ તેણે જણાવ્યું કે, મેટ્રો ફાસ્ટ, સુવિધાજનક અને સૌથી સારી છે. પ્રદૂષણનું સમાધાન. વધારે વૃક્ષ વાવો. મેં મારા બગીચામાં વૃક્ષો વાવ્યા છે. શું તમે વાવ્યા?’ એવામાં અમિતાભે મુંબઈ મેટ્રોના સમર્થનમાં ટ્વિટ કરતાં લોકો નારાજ થયા છે. કારણ કે મેટ્રો દોડશે તો ઝાડ કપાશે.

બીગ બીની આ વાત પર મુંબઈ મેટ્રોના ઓફિશિયલ અકાઉન્ટ પરથી બિગ બીને જવાબ આપવામાં આવ્યો. તેમણે લખ્યું. “શ્રીમાન બચ્ચન અમને જાણીને આનંદ થયો કે તમારા મિત્રએ જરૂરિયાતના સમયે મેટ્રો પર વિશ્વાસ દાખવ્યો અને મુંબઈવાસીઓ સાથે આ અનુભવ શેર કરવા માટે આભાર.

મીડિયા રિપોર્ટ મુજબ વિરોધ કરવા આવેલા એક પ્રદર્શનકારીને અમિતાભનાં સિક્યુરિટી ગાર્ડે સવાલ કર્યો કે અહીં કેમ ઊભો છે? શું પરમિશન છે? ત્યારે પ્રદર્શનકારીએ જવાબ આપ્યો કે, આ મારો અધિકાર છે અને હું એક બેનર સાથે ઊભો છું જેથી અમિતાભના સવાલનો જવાબ આપી શકું.

આ પહેલા મુંબઈમાં મેટ્રો યાર્ડના નિર્માણ માટે Aarey ફોરેસ્ટમાં 2700થી વધારે ઝાડ કાપવાના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં હીરોઈન શ્રદ્ધા કપૂર પણ સામેલ થઈ હતી. તેણે BMCના નિર્ણયને વખોડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન