amitabh bachchan temple in kolkata to feed 77 kids on his birthday
  • Home
  • Photo Gallery
  • આ શહેરમાં છે અમિતાભ બચ્ચનનુ મંદિર, ભગવાનની જેમ થાય પૂજા-આરતી! જુઓ PHOTOS

આ શહેરમાં છે અમિતાભ બચ્ચનનુ મંદિર, ભગવાનની જેમ થાય પૂજા-આરતી! જુઓ PHOTOS

 | 11:07 am IST

હાલમાં જ ગઈ કાલે 11 ઓક્ટોબરે બીગ બીનો 77મો જન્મ દિવસ ગયો અને દેશ વિદેશનાં લોકોએ અમિતાભને શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ કોલકતાના લોકો તેને દર વર્ષે એક અલગ જ અંદાજમાં શુભેચ્છા પાઠવે છે. અહીં બીગ બીના જન્મ દિવસ પર એક તસવીર શહેરનાં બોન્ડેલ ગેટ વિસ્તારમાં જોવા મળે છે. બસ અહીં એક જ ફરક છે કે લોકો માં દુર્ગાની જગ્યાએ બોલિવૂડ મેગા સ્ટાટ અમિતાભની પુજા કરે છે.

અમિતાભનાં ફેન્સ અહીંયા બીગ બીને ગુરૂ અને પ્રભુ માનીને પૂજે છે. બીગ બીના લગ્ન પણ બંગાલી પત્રકાર અને લેખક તરૂણ કુમાર ભાદુડીની દીકરી જયા સાથે થયા છે. પ્રશંસકો તેની મુર્તિ સામે સવાર સાંજ આરતી કરે છે. અમિતાભના આ મંદિરને 2001માં સ્થાપિત કરવામાં આવ્યું છે. ત્યારથી દર વર્ષે જન્મદિવસ પર બીગ બીના ફેન્સ ત્યાં જઈને સેલિબ્રેટ કરે છે અને પુજા કરે છે.

આ મંદિર વિશે વાત કરતાં સંસ્થાપક સંજય પાટોદિયા કહે છે કે, આ વર્ષે અમે બીગ બીના માતા પિતાની પુજા કરશું. કારણ કે એમણે અમને કોહિનુરથી નવાજ્યા છે. આ વખતે ગુરૂ 77 વર્ષનાં થઈ ગયા. ઘણા બાળકોએ અમારી સાથે જન્મદિવસમાં ભાગ લીધો. અમે બપોરે તેમને ભોજન પ્રદાન કર્યું હતું. બાળકોને કપડાં પણ આપવામાં આવ્યાં હતા.

આગળ મંદિરની કહાની જણાવતા કહ્યું કે જ્યારે 1982માં બીગ બી ઘાયલ થયા ત્યારે તેના ફેન્સ પણ સદમામાં જતાં રહ્યાં હતા. ત્યારે અમને લાગ્યું કે જાણે અમે અમારો બાપ ખોઈ ચૂક્યાં. અમે માત્ર એક જ પ્રાર્થના કરતા હતા કે તે ઠીક થઈ જાય. ત્યારે અમે એને એક દેવતાની રીતે પૂજતાં હતા. ત્યારે મે એને એક દેવતાની રીતે પૂજ્યા ત્યારે મને એહસાસ થયો કે તે મારા માટે ભગવાનથી કંઈ કમ નથી. આખરે 2001માં તેમના આ મંદિરનું નિર્માણ થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન