Amitabh Bachchan to announce unique project In Sony Tv
  • Home
  • Entertainment
  • Bollywood
  • આજે રાત્રે 9 વાગ્યે અમિતાભ બચ્ચન કરશે સૌથી મોટું એલાન, લોકોમાં વધી ઉત્સુક્તા

આજે રાત્રે 9 વાગ્યે અમિતાભ બચ્ચન કરશે સૌથી મોટું એલાન, લોકોમાં વધી ઉત્સુક્તા

 | 4:43 pm IST

કોરોના વાયરસના કહેરના કારણે લોકોની સુરક્ષા માટે દેશભરમાં લોકડાઉન આપી દેવામાં આવ્યું છે. આવામાં તમામ પ્રકારની કામ-ધંધા બંધ છે. વાત કરીએ બોલિવૂડની તો ફિલ્મોની રિલીઝ ડેટ કેન્સલ કરી દેવામાં આવી છે તો કેટલીક ફિલ્મોનું શૂટિંગ રદ્દ કરી દેવામાં આવ્યું છે. ત્યાં જ આ વચ્ચે ઇન્ડસ્ટ્રીના મહાનાયક અમિતાભ બચ્ચેને પોતાના ફેન્સ માટે એક મોટા સરપ્રાઇઝની તૈયારી કરી લીધી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આજે એટલે કે સોમવારે રાત્રે નવ વાગ્યે મોટી જાહેરાત કરવાની વાત કહી છે. આ સિવાય તેમણે પોતાના લેટેસ્ટ ટ્વીટર પોસ્ટમાં આ સરપ્રાઇજને લઇ એક હિંટ પણ આપ્યું છે.

ખરેખર તાજેતરમાં જ સોની ટીવીના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર અમિતાભ બચ્ચનનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમા અમિતાભ બચ્ચન કહી રહ્યા છે-‘6 એપ્રિલ રાત્રે 9 વાગ્યે… સોની ટીવી પર એક અદ્ભૂત, અકલ્પનિય, અસાધારણ પ્રયત્ન, ન ક્યારેય જોયેલુ, ન ક્યારેય પહેલા થયુ.. એક સંકલ્પ. તમારા માટે આપણા સૌ માટે.. 6 એપ્રિલ રાત્રે 9 વાગ્યે માત્ર સોની ટીવી પર.’ તમે પણ રહી ગયાને દંગ આ કોઇ યૂનિક શો થવાનો છે જેને રિલીઝ કરવા માટે મેકર્સે લાકડાઉનનાં સમયની પસંદગી કરી છે.

આ સિવાય આ વીડિયોના કેપ્શનમાં જાણકારી આપવામાં આવી છે કે,’એક યૂનિક વિજ્યૂઅલ એક્સપિરીયન્સ તમારી રાહ જોઇ રહ્યું છે. કંઇક એવું જે પ્રથમવાર થવા જઇ રહ્યું છે… મધુ જાણકારી માટે સોમવાર, 6 એપ્રિલ રાત્રે 9 વાગ્યે સોની નેટવર્કના ટીવી ચેનલ્સ જુઓ.’ આ કેપ્શનમાં ટેગ કરેલા લોકોને જોઇ સમજી શકાય છે કે, તેમા અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપડા, દિલજીત દોસાંઝ, એક્ટ્રેસ સોનાલી કુલકર્ણી, બાંગ્લા અભિનેતા પ્રસન્નજીત ચૈટર્જી અને સાઉથ સુપરસ્ટાર મોહન લાલ પણ સામેલ હશે.

ત્યાં જ ફેન્સ આ જાણવા માટે ખુબ જ એક્સાઇટેડ છે કે, આખરે એવુ શું છે જે પ્રથમવાર થવા જઇ રહ્યું છે અને જેના માટે અમિતાભ બચ્ચન આટલું મોટુ સસ્પેન્સ ક્રિએટ કરી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદના બોપલ પોલીસ મથકના PI સસ્પેન્ડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન