- Home
- Entertainment
- Bollywood
- બીગ બીની હાલત જોઈ ફેન્સના ધબકારા વધી ગયા, કહ્યું-સર્જરી….વધારે કંઈ લખી શકતો નથી

બીગ બીની હાલત જોઈ ફેન્સના ધબકારા વધી ગયા, કહ્યું-સર્જરી….વધારે કંઈ લખી શકતો નથી

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. ક્યારેક ટ્વીટ તો ક્યારેક બ્લોગ લખીને અવાર નવાર ચર્ચામાં આવતા રહે છે. ત્યારે તે પોતાની જિંદગીના અલગ અલગ કિસ્સા પણ શેર કરતાં રહે છે અને ફેન્સ સાથે વાતો કરતા રહે છે. પરંતુ આ વખતે નવા બ્લોગમાં બીગ બીએ બધાને ઝાટકો આપ્યો છે. બ્લોગમાં અમિતાભે જણાવ્યું કે મેડિકલ કંડીશનના કારણે તેની એક સર્જરી થવા જઈ રહી છે.
બીગ બીએ શનિવારે રાત્રે 10 વાગીને 16 મિનિટ પર એક પોસ્ટ લખી છે. તેણે લખ્યું કે- મેડિકલ કંડીશન….સર્જરી…વધારે કંઈ નથી લખી શકતો. બીગ બીનું આટલું જ લખવું એ ફેન્સ માટે ખુબ દુખદ સમાચાર છે. ફેન્સના ધબાકારા વધી ગયા છે અને હવે આ ખબર ચારેકોર વાયરલ પણ થઈ રહી છે. બધા સવાલો કરી રહ્યા છે કે આખરે બીગ બીને અચાનક જ શું થઈ ગયું. જો કે હજુ કોઈ વાત સામે આવી નથી કે શા માટે આ સર્જરી કરવામાં આવી રહી છે.
View this post on Instagram
જો કે આ બ્લોગ લખ્યાના 10 કલાક પહેલાં જ બીગ બીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો. તેણે ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં માત્ર પ્રશ્નાર્થ ચિન્હ જ બતાવ્યા હતા. હવે તેનો આ અંદાજ જોઈને ફેન્સની ચિંતા વધી રહી છે. બધા લોકો હાલમાં તો બીગ બીના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે. બધાને પુરી આશા છે કે મહાનાયક બીજી વખત પણ ફિટ થઈ જશે. જો કે આ પહેલા પણ અનેક વખત બીગ બીને હોસ્પિટલ જવું પડ્યું છે. આ પહેલાં કોરોના પણ આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન