amitabh bachchan told story about his real name revealed inquilab
  • Home
  • Entertainment
  • Bollywood
  • અમિતાભનું નામ પહેલા ઈન્કલાબ હતું? જાણી લો બીગ બીનાં મુખેથી જ રિયલ કહાની

અમિતાભનું નામ પહેલા ઈન્કલાબ હતું? જાણી લો બીગ બીનાં મુખેથી જ રિયલ કહાની

 | 10:38 am IST

કોન બનેગા કરોડપતિમાં અવાર નવાર અમિતાભ પોતાના જીવન વિશે નવા નવા ખુાલાસા કરતા રહે છે. હાલમાં જ તેણે તેના નામને લઈ એક મોટો ખુલાસો કર્યો છે. હોટ સિટ પર બેઠેલા સ્પર્ધકે બીગ બીને પૂછ્યું કે શું આ પહેલા તમારૂ નામ ઈન્કલાબ હતું? તો અમિતાભે આખી વાત સંભળાવી હતી. બીગ બીએ કહ્યું કે હું 1942માં પેદા થયો. ત્યારે ગાંધીજીનું ભારત છોડો આંદોલન ચાલતું હતું. ત્યારે દરરોજ અમારા શહેરમાં આંદોલન થતા હતા. લોકો રસ્તાઓ પર નીકળતા અને નારા લગાવતા કે ઈન્કલાબ જિંદાબાદ.

બીગ બીએ આગળ વાત કરી કે તેના માતા તેજી બચ્ચન પણ આ આંદોલનથી પ્રભાવિત હતા. જ્યારે એક દિવસ તેણે જુલૂસ જોયું તો એ પણ તેની સાથે નીકળી પડ્યાં. ત્યારે બીગ બી માતાના પેટમાં હતા અને તેજી બચ્ચનનો 8 મહિનાનો ગર્ભ હતો.

અમિતાભ કહે છે કે જ્યારે આ વાત પરિવારને ખબર પડી તો તરત બધાએ તેજીનો શોધવાનું શરૂ કર્યું. પછી બધાએ કહ્યું કે ઈન્કલાબની એટલી દિવાની છે તો તારા આવનાર બાળકનું નામ ઈન્કલાબ રાખી દઈશું. માટે થઈને લોકોને એવું મનમા છે કે બીગ બીનું નામ પહેલા ઈન્કલાબ હતું અથવા તો રાખવામાં આવ્યું હતું.

આગળ બીગ બીએ કહ્યું કે જ્યારે મારો જન્મ થયો ત્યારે બાબુજી હરિવંશરાય બચ્ચના એક મિત્ર તેની ઘરે રહેના માટે આવ્યા હતા. એવામાં જ્યારે તેણે આવા નવજાત બાળકને જોયું તો તેનું નામ અમિતાભ રાખી દીધું. આ બાદ અમિતાભે સફાઈ આપી કે આ સિવાય બીજું કોઈ નામ છે જ નહીં મારૂં.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં મચ્છરજન્ય રોગચાળાના 900થી વધુ કેસો નોંધાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન