Amitabh bachchan wish daughter shweta bachchan birthday
  • Home
  • Featured
  • Photos: અમિતાભ બચ્ચને પુત્રી શ્વેતાને આપી જન્મદિવસની શુભેચ્છા

Photos: અમિતાભ બચ્ચને પુત્રી શ્વેતાને આપી જન્મદિવસની શુભેચ્છા

 | 1:30 pm IST

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને પોતાની લાડકી પુત્રી શ્વેતા બચ્ચન નંદાને ખુબજ પ્રેમ કરે છે. બાપ દિકરીનો પ્રેમ અવાર નવાર સોશિયલ મીડિયાથી લઈને ફંક્શન કે કોઈ ખાસ પ્રસંગ પર જોવા મળે છે. આ વાતની સાબિતી પબ્લીક ઈંવેન્ટમાં બંનેની ખાસ તસવીરો જોઈને જાણી શકાય છે.

17 માર્ચે શ્વેતાનો જન્મદિવસ છે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને ખાસ આ પ્રસંગને લઈને બચપનની ખાસ તસવીર શેર કરી છે. બીગબીએ લખ્યુ છે કે દુનિયાની સૌથી સારી પુત્રીને જન્મદિવસ પર ખુબ ખુબ શુભેચ્છા. કેટલી ખુબસુરતી સાથે તુ મોટી થઈ.

અભિષેક બચ્ચન પણ તેની બહેન સાથે આગવુ બોન્ડીંગ ધરાવે છે. અભિષેકે બાળપણનો ફોટો શેર કરીને લખ્યુ કે જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા. big sis!! Shwetdi. Love you.

અમિતાભ બચ્ચન કેટલાક ખાસ મોકા પર પુત્રી શ્વેતા સાથે જોવા મળે છે. શ્વેતાએ હાલમાંજ એક પુસ્તક લખ્યુ છે. આ વાત પવર અમિતાભે ખુશી વ્યક્ત કરી હતી. તે તારા દાદાનો વારસો સાચવી રાખ્યો છે. આ વાતની મને ખુબજ ખુશી છે. આપને જણાવી દઈએ કે હરીવંશ રાય બચ્ચન ખુબજ લોકપ્રિય કવિ હતા.

શ્વેતા બચ્ચન ભલે ફિલ્મી દુનિયાથી દૂર રહી છે પણ તેની સુંદરતા ભલભલી હોરોઈનોને ઝાંખી પાડી દે તેવી છે. ફિલ્મ ઈંડસ્ટ્રીઝમાં તેના ઘણા મિત્રો છે. જેમાં કરણ જૌહરનો પણ સમાવેશ થાય છે.

અભિષેક બચ્ચન સાથે તો તેનો ખાસ નાતો છે પણ ભાભી એશ્વર્યા પણ એટલીજ તેની નજીક છે. એશ્વર્યા અંગે કોફી વીથ કરણમાં શ્વેતાએ કહ્યુ હતુ કે તે એક સારી માતા, સેલ્ફ મેડ સ્ટ્રોંગ વુમન છે. મને તેની આ વાત ખાસ પસંદ છે. પણ તે ક્યારેય ફોન કે મેસેજનો જવાબ નથી આપતી. તેની આ આદત મને સેજ પણ પસંદ નથી. એશ્વર્યા ટાઈમ મેનેજમેન્ટમાં જોરદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન