અમિતાભ અને જયા બચ્ચન પાસે છે અધધધ સંપત્તિ.. સોગંદનામામાં થયો ખુલાસો - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • અમિતાભ અને જયા બચ્ચન પાસે છે અધધધ સંપત્તિ.. સોગંદનામામાં થયો ખુલાસો

અમિતાભ અને જયા બચ્ચન પાસે છે અધધધ સંપત્તિ.. સોગંદનામામાં થયો ખુલાસો

 | 3:32 pm IST

ફૉર્બ્સ જેવા મેગેઝીનમાં બોલિવુડના સ્ટાર્સ દુનિયાભરનાં અમીર અભિનેતાઓમાં જગ્યા બનાવતા હોય છે. બોલિવુડ કલાકારો પોતાની ફિલ્મો ઉપરાંત પોતાની વૈભવી જિંદગીને કારણે પણ ચર્ચામાં રહેતા હોય છે. ચાહકોને તેમના મનપસંદ કલાકારોની સંપત્તિમાં પણ રસ હોય છે. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનાં ચાહકોને પણ એ જાણવામાં રસ હશે કે બોલિવુડનાં શહેનશાહની સંપત્તિ કેટલી છે.

શુક્રવારે જયા બચ્ચને રાજ્યસભા માટે સમાજવાદી પાર્ટી તરફથી નામાંકન દાખલ કર્યું હતું. આ નામાંકનમાં જયા બચ્ચને પોતાની સંપત્તિની માહિતી પણ આપી છે. આ માહિતી મુજબ જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન પાસે 10.1 અરબ રૂપિયાની સંપત્તિ છે.

આ માહિતીનાં આધાર પર છેલ્લા 6 વર્ષોમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પ્રોપર્ટી ડબલ થઇ ગઇ છે. 2012માં આ સ્ટાર જોડીની સંપત્તિ અંદાજે 500 કરોડ રૂપિયા હતી અને આ વર્ષે તેમની સંપત્તિ 1000 કરોડ રૂપિયાનાં આંકડા સુધી પહોંચી ગઇ છે.

સોગંદનામા પ્રમાણે તેમની પાસે 460 કરોડ રૂપિયાથી વધારે અસ્થાવર સંપત્તિ છે, જે 2012ની તુલનામાં 152 કરોડ રૂપિયાથી બમણી થઇ ગઇ છે. જ્યારે સ્થાવર સંપત્તિ 2013માં લગભગ 343 કરોડ રૂપિયા હતી જે વધીને 540 કરોડ રૂપિયા થઇ છે. ઘણા બધા દેશોમાં તેમના બેંક એકાઉન્ટ છે અને તેમાં કરોડો રૂપિયા જમા છે.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પાસે 62 કરોડ રૂપિયાથી વધારે ગૉલ્ડ અને જ્વેલરી છે. અમિતાભ બચ્ચન પાસે રૉલ્સ રોયસ, મર્સડિઝ, પોર્શ અને રેંજ રોવર સહિત 12 ગાડીઓ, એક ટાટા નૈનો અને એક ટ્રેક્ટર પણ છે. આ ઉપરાંત તેમની પાસે 3.4 કરોડ અને 51 લાખ રૂપિયાની ઘડિયાળો છે. અમિતાભ બચ્ચન પાસે 9 લાખ રૂપિયાથી વધારેની પેન પણ છે.

મુંબઇ અને દિલ્હીનાં અર્બન એરિયામાં ઘણાં બંગલો છે. ફ્રાન્સમાં 3175 વર્ગ મીટરમાં ફેલાયેલી રૉયલ પ્રોપર્ટી પણ છે. અમિતાભ અને જયા પાસે નોએડા, ભોપાલ, પુણે, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સંપત્તિ છે.