amitabh small brother ajitabh very famous personality in london
  • Home
  • Entertainment
  • Bollywood
  • બીગ બીની જેમ અમિતાભ બચ્ચનનો ભાઈ પણ છે કરોડપતિ! જીવી રહ્યો છે આલિશાન જિંદગી

બીગ બીની જેમ અમિતાભ બચ્ચનનો ભાઈ પણ છે કરોડપતિ! જીવી રહ્યો છે આલિશાન જિંદગી

 | 4:32 pm IST

અમિતાભ બચ્ચનનું નામ પડે એટલે તરત જ વૈભવી બંગલા અને વૈભવી કારો ધરાવતા પરિવારનું ચિત્ર આપણા મનમાં અંકિત થઈ જાય. અમિતાભ બચ્ચનને શાની ખોટ હોય? આજે છ દાયકા વટાવી લીધા પછી પણ અમિતાભ ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યો છે. નિરાંતે વૈભવી જીવન જીવી શકાય એટલું ધન બચ્ચન પરિવાર પાસે પહેલાથી જ છે. પરંતુ તેનો નાનો ભાઈ શું કરે છે એ ખુબ ઓછા લોકો જાણતા હશે. અમિતાભનો ભાઈ તેનાથી 5 વર્ષ નાનો છે તે હાલમાં અમેરિકામાં રહે છે અને ભારતનો એક જાણીનો ઉદ્યોગપતિ છે.

આ પહેલા તે 15 વર્ષ સુધી લંડનમાં રહીને બિઝનેસ કરતો હતો. અજિતાભનાં લગ્ન રમોલા સાથે થયા છે. તે એક બિઝનેસમેન લેડી અને સોશલાઈટ છે. લંડનમાં તેને પાર્ટીઓની શાન કહેવામાં આવે છે. વર્ષ 2007માં તેની માતા તેજી બચ્ચનનું નિધન થઈ ગયું ત્યારબાદ તે ભારતમાં સિફ્ટ થઈ ગયા. તેના 4 બાળકો પણ છે.

દીકરો ભીમ અને 3 દીકરી નીલિમા, નમ્રતા અને નેના. અજિતાભનો પુરો પરિવાર લાઈમલાઈટથી દુર રહે છે. અમિતાભ અને અજિતાભ બંન્ને વર્ષો સુધી એકબીજાથી દુર રહ્યા. બંન્ને પોત પોતાના કામમાં વ્યસ્ત રહે છે. પરંતુ બંન્ને વચ્ચે ખુબ પ્રેમ અને દોસ્તીનો સંબંધ છે. કમાણીની વાત કરીએ તો અમિતાભથી અજિતાભ જરાય પાછળ નથી. લંડનમાં રહીને તેણે ખુબ નામ અને પૈસા કમાયા હતા.

હાલમાં ભારતમાં પણ તે એક મોટા બિઝનેશ મેન તરીકે ઓળખાય છે. અજિતાભનો પરિવાર અમિતાભની બધી ફિલ્મો જુએ છે. શોલે અને દિવાર તેમની ફેવરિટ ફિલ્મ છે. એક ઈન્ટરવ્યૂમાં અજિતાભની પત્નીએ કહ્યું હતું કે જ્યારે પણ તે અને અમિતાભનો પરિવાર મળીએ ત્યારે ખુબ એન્જોય કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન