Bollywood success after 25 years Amjad khan birthday special
  • Home
  • Entertainment
  • Bollywood
  • જો ડર ગયાં સમજો મર ગયા… અમઝદ ખાન માત્ર એક રોલે રાતો રાત બનાવી દીધા ખુંખાર વિલન

જો ડર ગયાં સમજો મર ગયા… અમઝદ ખાન માત્ર એક રોલે રાતો રાત બનાવી દીધા ખુંખાર વિલન

 | 10:43 am IST

શોલે એક એવી ફિલ્મ જે દર્શકો ક્યારેય ભૂલી નહી શકે. આમ તો આ ફિલ્મના દરેક પાત્ર અને એક એક ડાયલોગ અમર છે પણ એક એવું પાત્ર જેને સૌથી વધારે લોકપ્રિયતા મળી હતી આ ફિલ્મથી. જી હા આજે આપણે વાત કરી રહ્યા છીએ શોલેના ગબ્બરની. ડાકૂના પાત્રને એવું ચરિતાર્થ કર્યુ આ ફિલ્મમાં કે અમઝદ ખાન વિલન માટે એક આદર્શ પાત્ર બની ગયા.

મોટે ભાગે લોકોના માઈન્ડમાં એવું છે કે અમઝન ખાનની આ પહેલી ફિલ્મ હતી પણ આ વાત સાચી નથી. અમઝદ ખાને શોલે ફિલ્મ રિલીઝ થાય એ પહેલા ફિલ્મોમાં 25 વર્ષ પહેલા જ કામ કર્યુ હતુ. અમઝદ ખાનનો જન્મ 12 નવેમ્બર 1940માં પેશાવરમાં થયો હતો. તેમના જન્મદિવસ પર જાણીએ તેમની કેટલીક ખાસ વાત.

અમઝદ ખાને 1951માં નાજનીન ફિલ્મથી ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કેરિયરની શરૂઆત કરી હતી. દિલ્હી અબ દૂર નહી, માયા અને હિન્દુસ્તાન કી કસમ જેવી ફિલ્મોમાં કામ કર્યુ. આ સફરમાં તેમને 25 વર્ષનો સંઘર્ષ કર્યો ત્યારે તેમને આ સફળતા મળી.

તમને જાણીને લાગશે નવાઈ કે જે ફિલ્મે આટલી નામના અપાવી તે જ ફિલ્મ શોલે માટે અમઝદ ખાન પહેલી પસંદ ન હતા. આ રોલ ડેનીને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો હતો પણ ડેની પાસે ત્યારે તારીખો ન હોવાથી આ ફિલ્મ માટે અમઝદ ખાન લેવામાં આવ્યા અને આજે ઈતિહાસ આપણી સામે છે.

અમઝદ ખાનનું નિધન 51 વર્ષે હાર્ટ એટેક થયુ હતુ. આ હાર્ટ એટેક માટે એક દુર્ઘટના જવાબદાર છે વાત જાણે એમ હતી કે અમઝદ ખાન The Great Gamblerનું શૂટિંગ કરી મુંબઈથી ગોવા હાઈવે જતા હતા ત્યારે રસ્તામા તેમની ગાડીને અકસ્માત નડ્યો અકસ્માત એટલો ગમખ્વાર હતો કે આ દિગ્ગજ કલાકાર કોમામાં સરી પડ્યા

થોડા સમય પછી તેઓ કોમાથી બહાર તો આવ્યા પણ તેમનું વજન ખુબજ વધવા લાગ્યુ અને ભારે શરીરના કારણે અંતે 1992માં તેમનું હાર્ટ ફેલ થઈ ગયુ અને ભારતીય સિનેમાનો એક ઝળહળતો સિતારો ખરી પડ્યો. જો કે દર્શકોના દિલમાં અમઝદ ખાન હંમેશા રાજ કરશે.

આ વીડિયો જુઓ: જૂનાગઢમાં મામલતદાર બન્યા કુક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન