Amol Sethe starts food park on 200 acres of land in Savli with a loan of Rs 750 crore to save the mill
  • Home
  • Ahmedabad
  • મિલને બચાવવા 750 કરોડની લોન લઈ સાવલીમાં અમોલ શેઠે 200 એકર જમીનમાં ફૂડ પાર્ક શરૂ કરેલું

મિલને બચાવવા 750 કરોડની લોન લઈ સાવલીમાં અમોલ શેઠે 200 એકર જમીનમાં ફૂડ પાર્ક શરૂ કરેલું

 | 9:33 am IST
  • Share

  • વિન્ડમિલ, એમેઝો જેવા રેસ્ટોરાં કર્યાં તેમાં ખોટ ખાધી પણ ઠગાઈમાં અમોલને ફાવટ આવી ગઈ
  • બાપના નામે લોકોના 1,500 કરોડ ઉઘરાવ્યા ને રોવડાવ્યા
  • ફૂડ પાર્ક ફેલ જતાં બેન્ક કરતાં ય વધુ વ્યાજની લાલચે લોકોને છેતર્યાં 

કૌભાંડી અમોલ શેઠ કેસમાં ક્રાઇમબ્રાંચે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. તેમાં બહાર આવ્યુ છે કે અનીલ સ્ટાર્ચ મીલને ફરીથી બેઠી કરવા માટે અલગ-અલગ બેન્કોંમાંથી 750 કરોડ રૂપિયાની લોન લઇને મશીનરી તેમજ તેને લગતી વસ્તુઓ ખરીદી લીધી હતી. પરંતુ અતિશય પ્રદુષણ ફેલાતુ હોવાથી સ્થાનિક લોકોએ જીપીસીબી અને સુપ્રિમકોર્ટ સુધી લડત આપતાં આખરે ય્ઁઝ્રમ્એ મીલને સીલ કરી દીધી હતી. તેના કારણે મીલ અન્ય જગ્યાએ ખસેડવા માટે અમોલ શેઠે જમીન લીધી હતી. વડોદરાના સાવલીમાં પણ તેને 200 એકર જમીન ખરીદી હતી. પરંતુ ત્યાં મીલની જગ્યાએ કરોડો રૂપિયાનુ વૈભવી ફૂડ પાર્ક કૌભાંડી અમોલે બનાવી દીધી હતી. પરંતુ તેનો એ પ્રોજેકટ ફેલ ગયો હતો. આ ઉપરાંત અમોલ શેઠે વિન્ડમીલ, અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ પાસે એમેઝો રેસ્ટોરન્ટના પણ સહાસો કરેલા પણ આ બધામાં ખોટ ખાતા છેવટે લોકોના નાણા ઉઘરાવી પચાવી પાડવાનો સહેલો રસ્તો અપનાવી લીધો હતો. આ અંગે હવે ક્રાઇમ બ્રાન્ચે ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટને તેના અત્યાર સુધીના તમામ નાણાંકીય વ્યવહારોના તાણાવાણા ભેગા કરવાનું કામ શરૂ કર્યું છે.

આ ઉપરાંત તેણે પોલીસને એવી કેફીયત આપી હતી કે 2014માં મકાઇનો ભાવ ખુબ જ વધી ગયો હતો સામે પક્ષે ટેકસટાઇલ્સમાં મંદી આવતાં ધંધામાં મોટી ખોટ આવી હોવાથી પડતી આવેલી. જો કે પોલીસને તેની આ થિયરી ગળે ઉતરતી નથી. તેના કારણે પોલીસ તેની ઉલટ તપાસ કરી રહી છે.

મિલમાં મોટી ખોટ ખાતાં અનીલ સ્ટાર્ચ મીલના માલિક અમોલ શેઠે તેના પિતાની ગુડવીલના કારણે 20 જેટલી પેટા કંપનીઓ ખોલીને લોકોને ત્રણ મહિના અને છ મહિનાના સમયગાળામાં બેન્ક કરતાં પણ વધારે એટલે કે એક ટકા વધુ વ્યાજ આપવાનુ કહીને લોકો સાથે વિશ્વાસઘાત કરીને 1500 કરોડથી પણ વધારે રૂપિયાનુ કૌભાંડ આચર્યુ છે. આ અંગે ક્રાઇમબ્રાંચના સુંયુકત પોલીસ કમિશ્નર પ્રેમવીર સીંઘે જણાવ્યુ છે કે મીલમાં માલ આપનાર વેપારીઓનુ અને અલગ-અલગ સ્કીમો મુકીને રોકાણકારોનુ અંદાજીત એક હજાર કરોડ રૂપિયાથી પણ વધારેનુ કૌભાંડ અમોલ શેઠે આચર્યુ છે. તેમજ તેના સગાંસબંધી અને કર્મચારીઓને જ ડીરેકટરો બનાવીને કૌભાંડ આચર્યુ છે. 750 કરોડ રૂપિયાની તેની મિલક્તો ગ્દઝ્રન્ એ જપ્ત કરી લીધી છે. તેમજ અન્ય અન્ય પણ જમીનો ,ઓફિસો સહીતની કરોડો રૂપિયાની મિલ્કતોની અમારા ચાર  ટીમો તપાસ કરી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો