Amol Seth's assets worth Rs 700 crore will be seized at any time
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગમે ત્યારે અમોલ શેઠની 700 કરોડની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી થશે

ગમે ત્યારે અમોલ શેઠની 700 કરોડની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી થશે

 | 6:05 am IST
  • Share

  • અનિલ સ્ટાર્ચમાં રોકાણ કરાવી છ મહિને 9થી 12 ટકા વ્યાજ ચૂકવવાની લાલચ અપાતી
  • અમોલ શેઠ સામે ફરિયાદ નોંધાવવા ક્રાઈમ બ્રાન્ચમાં લાઈન લાગી
  • કોટેશ્વરના બંગલામાં કોઈ ઉઘરાણીએ ન આવે તે માટે ત્રણ આદમખોર કૂતરાં રાખ્યાં હતાં

રોકાણકારોનું 1500 કરોડનું ફુલેકું ફેરવનાર અનિલ સ્ટાર્ચ મિલના માલિક અમોલ શેઠે સાત જેટલી પેટા કંપનીઓ બનાવીને પોતાના કર્મીઓ, સગાંઓને ડાયરેક્ટર બનાવી દીધા હતા. ત્યારબાદ લોકોને લોભામણી લાલચ આપીને 1500 કરોડથી પણ વધારે રૃપિયાનું ફૂલેકું ફેરવી નાખ્યું છે.

આ ઉપરાંત  એક હજારથી પણ વધુ લોકોને જુદી જુદી સ્કીમોમાં લોભામણી લાલચ આપીને રોકાણ કરાવડાવ્યું હતું.  આ આંતરરાજ્ય કૌભાંડની ક્રાઇમ બ્રાંચે ગંભીર નોંધ લઈને રોકાણકારોને પૈસા પરત અપાવવા માટે જીપીઆઈડી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પાસે 700 કરોડની મિલકતો હોવાથી ટાંચમાં લેવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

ચાંદખેડાના ન્યૂ સીજી રોડ પાસેના દેવવ્રત બંગ્લોઝમાં રહેતા રશ્મિકાંત રમણલાલ મોદી સાબરમતી વિસ્તારમાં રશ્મિ મેડિકલ નામથી મેડિકલ સ્ટોર ચલાવે છે. તેમણે ક્રાઇમ બ્રાંચમાં અનિલ સ્ટાર્ચના માલિક અમોલ શ્રીપાલભાઈ શેઠ અને શિવપ્રસાદ કાબરા સહિત સાત લોકો સામે 1.56 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવાયું છે કે, તેમની મેડિકલ સ્ટોરમાં હસમુખ શાહ 2010થી એકાઉન્ટ લખવા આવતા હતા.

તેમણે રશ્મિકાંતભાઈની ઓળખાણ અમોલ શાહ સાથે કરાવી હતી. અમોલે તેમને જણાવ્યું હતું કે, મારી બાપુનગરમાં અનિલ સ્ટાર્ચ નામની મિલ છે. આ ઉપરાંત અનિલ ટ્રેડ કોમ નામની પેટા કંપની છે, જેમાં ત્રણથી છ મહિના સુધી રોકાણ કરવાથી 9થી 12 ટકા વ્યાજ મળશે.

આથી રશ્મિકાંત ભાઈનાં 25 જેટલા સગાંસંબંધીઓએ તેમાં રોકાણ કર્યું હતું. અમોલ શેઠે રોકાણ કરાવ્યા બાદ અનિલ ટ્રેડ કોમની જગ્યાએ સિદ્ધાર્થ કોન માર્ટ નામથી ચેક પરત આપતા હતા. આવી સાત ડમી કંપનીઓ તેમણે શરૃ કરી હતી. 2016થી અમે રોકાણ કર્યું હતું અને તેની સામે ગેરંટી તરીકે અનિલ ટ્રેડ કોમના ચેક અને રિસિપ્ટ આપતા હતા. આ ફરિયાદના અનુસંધાને બંને આરોપીની ધરપકડ કરાઈ છે.

ગાંધીનગરના કોટેશ્વર ગામમાં અમોલ શેઠનો આંગન નામક 30 કરોડનો બંગલો છે. આ બંગલામાં કોઈ ઉઘરાણી કરવા ન આવે તે માટે તેણે આદમખોર કૂતરા પાળી રાખ્યા છે. જેના વિશાળ ત્રણ પાંજરા તસવીરમાં નજરે પડે છે. ભૂલેચૂકે કોઈ ઉઘરાણીએ આવે તો તેની પાછળ કૂતરા દોડાવાતા હોવાનું બહાર આવ્યું છે.

અમોલ શેઠની ઠગ કંપની સામે કુલ 10 ફરિયાદો

સીઆઈડીમાં 3

માણસામાં 2

નવરંગપુરામાં 1

શહેરકોટડામાં 1

ક્રાઇમબ્રાંચમાં 3

આ ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, એમપીમાં પણ ઠગાઈની 40 જેટલી ફરિયાદ નોંધાઈ છે.

જેસલમેરની સૂર્યગઢ હોટેલમાં રોજના 50 હજાર ચૂકવી ઔસંતાયો હતો

અમોલ શેઠને ક્રાઇમબ્રાંચે જેસલમેરની સૂર્યગઢ હોટેલમાંથી ઝડપ્યોે તેનું એક દિવસનું ભાડું જ 50 હજાર છે. અમોલ ઝડપાયો ત્યારે તેની સાથે તેની પત્ની, સાળી અને સાઢુ હાજર હતા.

સિન્ટેક્સના રાહુલ પટેલ અમોલ શેઠના સાઢુ છે

ત્રણ પુત્રીમાંથી બેના લગ્ન અમેરિકામાં અને ત્રીજી પુત્રીનાં લગ્ન મસૂરીની સેવન સ્ટાર હોટેલમાં રાખ્યાં હતાં

2015-16માં જીપીસીબીના દરોડા પડયા બાદ પડતી શરૃ થઈ- કોટેશ્વરમાં 30 કરોડનું ફાર્મહાઉસ

ઝડપાયેલા આરોપીઓ

અમોલ શ્રીપાલ શેઠ, સમપ્રતી મહેન્દ્રકુમાર શેઠ, શાલીભદ્ર મહેન્દ્રભાઈ શેઠ, શ્વેતા નામદેવ, સિદ્ધાર્થ કોનમાર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની

શિવપ્રસાદ સિતારામ કાબરા, મનીષ નરેન્દ્રભાઈ શેઠ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો