અમરપુરાના ખેતરમાં જૂની અદાવતે હુમલો, તોડફોડ : ચાર સામે ગુનો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mehsana
  • અમરપુરાના ખેતરમાં જૂની અદાવતે હુમલો, તોડફોડ : ચાર સામે ગુનો

અમરપુરાના ખેતરમાં જૂની અદાવતે હુમલો, તોડફોડ : ચાર સામે ગુનો

 | 3:44 am IST
  • Share

કડી.તા.૨૦

દેત્રોજ તાલુકાના અમરપુરા ગામે એનઆરઆઇ દ્વારા કોન્ટ્રાકટ ઉપર સંબંધીની જમીન ખરીદી ફાર્મ હાઉસ બનાવેલ છે .જેમાં ફાર્મ હાઉસમાં રાખેલ સગાઓને કાઢી મુકતા તેની અદાવત રાખીને તોડફોડ કરી હુમલો કરી વારંવાર પજવણી કરાતા દેત્રોજ પોલીસ મથકે ચાર ઇસમો વિરુધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કડી શહેરના સીટી પાર્કમાં રહેતા એનઆરઆઇ સચિનભાઇ નરેન્દ્રભાઇ પટેલની બહેન ખુશ્બુબેનના સસરા ધ્વારકાદાસ શંકરદાસ પટેલની અમરપુરા ગામની સીમમાં જમીન આવેલી છે.આ જમીન કોન્ટ્રાકટ ઉપર રાખી ફાર્મ હાઉસ બનાવી તેમાં ગાયો રાખી ખેતી કામ કરવામાં આવે છે. ફાર્મ હાઉસ પર કામકાજ અને દેખરેખ અર્થે નજીકના સગાને રાખ્યા હતા પરંતુ મનદુખ થતા ચારમાસ અગાઉ છુટા કરવામાં આવ્યા હતા.જે બાબતની અદાવત રાખીને બુધવારે રાત્રે અમરપુરા ખાતે ફાર્મ હાઉસ પર હુમલો તોડફોડ કરી હાજર રહેલ કામદારોને ઇજાઓ પહોંચાડી હતી તથા ફાર્મ હાઉસમાં રહેલ ગાયો અને પશુઓ પર પણ અત્યાચાર કરતા ફાર્મ હાઉસના માલિક સચિનભાઇ ધ્વારા દેત્રોજ પોલીસ મથકે અમરપુરા મુખી ફાર્મ હાઉસ પર તોડફોડ કરી હુમલો કરી ઇજાઓ પહોંચાડવા બાબતે ચાર ઇસમો વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા દેત્રોજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો