Amreli Abhayam's team rescued Women before She jumped into the well
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • અમરેલી: મહિલા કૂવામાં મોતની છલાંગ લગાવે તે પહેલા જ અભયમની ટીમે બચાવી લીધી

અમરેલી: મહિલા કૂવામાં મોતની છલાંગ લગાવે તે પહેલા જ અભયમની ટીમે બચાવી લીધી

 | 8:56 pm IST
  • Share

આત્મહત્યા કરવા માટે એક મહિલા પોતાના ઘરેથી નીકળી ગયા બાદ ખેતરમાં આવેલા કૂવામાં ઝંપલાવે તે પહેલા જ અમરેલી અભયમની ટીમ દ્વારા મહિલાને બચાવી લેવામાં આવી હતી. હાલમાં તેને પોતાના પિયરમાં મોકલી આપવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં 181 અભયમ સેવામાં એક ગામમાંથી ખેડૂત દ્વારા કોલ કરીને જાણ કરાવમાં આવી હતી કે તેમના ખેતરમાં આવેલા કૂવામાં એક મહિલા આપઘાત કરવા માટે આવી છે અને સમજાવવા છતા પણ મરી જવા માગે છે જેથી તેને બચાવી લેવા માટે આજીજી કરવામાં આવી હતી. આ અંગેની જાણ થતા જ અભયમ ટીમના કાઉન્સેલર પોતાની ટીમ સાથે દોડી ગયાં હતાં અને મહિલાને બેસાડીને શાંત પાડી હતી અને પોતાની આપવીતિ વર્ણવવા જણાવ્યું હતું.

મહિલાએ કહ્યું કે તે નજીકમાં આવેલા ગીર સોમનાથ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામની વતની છે અને લગ્નનો ગાળો 9 વર્ષનો છે તથા બે સંતાન છે. આમ છતા પણ તેનો પતિ તેને વારંવાર ત્રાસ આપે છે અને માર મારે છે તેથી તેનું જીવવું હરામ બની ગયું હોવાથી આપઘાત કરવા માગતી હોવાનું જણાવ્યું હતું. યુવતીના પરિવારના લોકોને પણ જાણ કરાતા તેઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા. સવારથી જ આ મહિલા આપઘાત કરવા માટે પોતાના ઘરેથી નીકળી ગઈ હતી અને તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો જેથી શોધખોળ ચાલુ હતી. જો કે વાડીમાં આવેલા કૂવામાં આપઘાત કરે એ પહેલા જ તેને બચાવી લેવામાં આવી હતી.

હાલમાં આ મહિલાને તેના પિયરમાં મોકલવામાં આવી છે અને બાદમાં તેને સાસરામાં મોકલવામાં આવનાર હોવાનું જણાવાયું હતું.

આ વીડિયો પણ જુઓ : આ વર્ષે નહીં યોજાય કાંકરિયા કાર્નિવલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન