Amreli : As per Hindu Customs, Muslim Brothers cremate brahmin uncle in gujarat
  • Home
  • Gujarat
  • ધર્મનાં નામે ભાગલા પાડનારા માટે અમરેલીનો કિસ્સો, વિધર્મી ભાઈઓએ જનોઈ-ધોતી પહેરી કર્યું આ કામ

ધર્મનાં નામે ભાગલા પાડનારા માટે અમરેલીનો કિસ્સો, વિધર્મી ભાઈઓએ જનોઈ-ધોતી પહેરી કર્યું આ કામ

 | 5:54 pm IST

ગુજરાતમાં ત્રણ મુસ્લિમ ભાઈઓએ ધાર્મિક સુમેળનું એક એવું દાખલો બેસાડ્યો કે આખો જિલ્લો દંગ રહી ગયો. અહિંયા ત્રણ ભાઇઓએ પોતાના પિતાના બ્રાહ્મણ દોસ્તના અવસાન પર તેમના અંતિમ સંસ્કાર હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે કર્યા. પોતાના ધર્મનો ચુસ્તપણે પાલન કરનારા ભાઈઓએ ધોતી અને જાનેઉ પહેરીને અંતિમ સંસ્કાર કરવામાં જરા પણ સમયે વેડફ્યો નહી.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભાનુશંકર પંડ્યા અબૂ, નાસિર અને જૂબૈર કુરેશી સાથે ગણા વર્ષોથી રહેતા હતા. આ ત્રણે ભાઇ દૈનિક વેતન પર કામ કરતા હતાં. તેઓ દિવસમાં પાંચ વખત નમાજ પઢતા હતાં અને રમજાન પર રોઝા રાખવાનું ક્યારેય ભૂલ્યા નથી. જોકે પંડ્યાના નિધન બાદ અંતિમ સંસ્કારનો સમય આવ્યો તો આ ત્રણે ભાઇઓએ જનેઉ પહેરવામાં જરા પણ પાછા વળ્યા નહી.

જુબૈરએ જણાવ્યું કે,’જ્યારે ભાનુશંકર પોતાના અંતિમ સમયમાં હતા તો અમે એક હિંદુ પરિવાર પાસેથી ગંગાજળ લાવી તેમને આપ્યું. જ્યારે તેઓ ગુજરી ગયા તો અમે પાડોશીઓને કહ્યું કે અમે બ્રાહ્મણ પરિવાર માફક તેમના અંતિમ સંસ્કાર કરવા માંગીએ છીએ. અમને જાણકારી આપવામાં આવી કે અર્થી ઉપાડવા માટે જનેઉ પહેરવી જરૂરી છે તો અમે તેના માટે માની ગયા.’ ભાનુની ચિતાને નસીરના પુત્ર અરમાને અગ્નિ આપી. નસીરે જણાવ્યું,’અમે બારમાં દિવસે અરમાનું વાળનું મુંડન પણ કરાવીશુ, કારણ કે હિંદુ ધર્મમાં આવું કરવામાં આવે છે.’

ત્રણે ભાઇઓના પિતા ભિખુ કુરૈશી અને પંડ્યા એક-બીજા સાથે 40 વર્ષ પહેલા મળ્યા હતાં. કુરૈશીનું ત્રણ વર્ષ પહેલા નિધન થઇ ગયુ જેના કારણે પંડ્યા તૂટી ગયા હતાં. અબુએ જણાવ્યું,’ ભાનુ અંકલનો પરિવાર ન હતો, માટે જ્યારે ઘણા વર્ષો પહેલા તેમનો પગ ભાંગી ગયો તો અમારા પિતાએ તેમને અમારી સાથે આવી રહેવા કહ્યું હતું. તેઓ અમારા પરિવારનો અભિન્ન અંગ બની ગયા હતાં.’

આ વીડિયો પણ જુઓ : રાજકોટમાં તપેલી પહેરીને ટ્રાફિક નિયમનનો વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન