ઓશોના આશ્રમમા મળ્યું દિલ, ને વાત લગ્ન સુધી પહોંચી, જુઓ અનોખા લગ્નનો Video - Sandesh
NIFTY 11,387.10 +26.30  |  SENSEX 37,691.89 +135.73  |  USD 68.8800 +0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ઓશોના આશ્રમમા મળ્યું દિલ, ને વાત લગ્ન સુધી પહોંચી, જુઓ અનોખા લગ્નનો Video

ઓશોના આશ્રમમા મળ્યું દિલ, ને વાત લગ્ન સુધી પહોંચી, જુઓ અનોખા લગ્નનો Video

 | 6:58 pm IST

અમરેલીમાં ફિલ્મી કહાનીની જેમ એક હકીકત સર્જાઈ હતી. જેમાં લંડનમાં શિક્ષિકાની નોકરી કરતી અને સાધ્વી બની ગયેલી ખ્રિસ્તી યુવતીએ મૂળ અમરેલીના અને ઓશો આશ્રમના સાધુ યુવાન સાથે લગ્ન કર્યા હતા. હિંદુ ધર્મના રીત-રીવાજને અપનાવી અમરેલી ગાયત્રી શક્તિપીઠ મંદિરે ફેરા ફર્યા હતા.

મૂળ ઓસ્ટ્રેલિયા અને હાલ લંડનમાં રહેતા શિક્ષિકાની નોકરી કરતાં ખ્રિસ્તી એલિઝાબેથ ડાવકવ પુનામાં ઓશોના આશ્રમમાં સન્યાસી હતા અને તે જે સમયે અમરેલીમાં રહેતા સર્જુભાઈ કાંતિભાઈ બડકલિયા પુના આશ્રમમાં સન્યાસી બનીને ગયા હતા. પુના ઓશો આશ્રમના આ સહવાસ દરમિયાન વિદેશી મેમસાહબ જેવા અંગ્રેજ મહિલા એલિઝાબેથ અને ગામડાના યુવાન અમરેલીના સાધુ અર્જુનભાઈ વચ્ચે આંખ મળી ગઈ હતી અને આ બંને એકબીજાની ભાષા પૂર્ણ રીતે સમજતા ન હોવા છતાં તથા બંને અલગ-અલગ દેશ અને ધર્મના હોવા છતાં બંને વચ્ચે પ્રણય સર્જાયો હતો. તેમના  આશ્રમવાસ દરમિયાન ભાષાના અવરોધને સાથી સન્યાસીઓની મદદથી ખાળ્યો હતો.આશ્રમમાં જ તેમને અન્ય સાધુ અને સાધ્વીઓ તરફથી પરસ્પરની લાગણી વ્યક્ત કરવામાં ભાષા નડે નહીં તે માટે  પ્રોત્સાહન પણ મળેલુ. ભગવા વસ્ત્રોનો ત્યાગ કર્યા બાદ અમરેલીમાં આવીને ત્યાં જ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને ગાયત્રી મંદિરમાં લગ્ન કરી અમરેલીમાં જીવન પસાર કરવાનું નક્કી કર્યું છે.