કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના ગઢમાં પડ્યું મોટું ગાબડું, 2 નેતાઓનું રાજીનામું - Sandesh
  • Home
  • Gujarat
  • કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના ગઢમાં પડ્યું મોટું ગાબડું, 2 નેતાઓનું રાજીનામું

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના ગઢમાં પડ્યું મોટું ગાબડું, 2 નેતાઓનું રાજીનામું

 | 4:47 pm IST

કોંગ્રેસ પક્ષમાં આપસી મતભેદ હવે સામે આવી રહ્યો છે. વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ અરવિંદ કાછડીયા તથા ઉપપ્રમુખ દિલીપ બસીયાએ રાજીનામુ આપ્યું છે. અરવિંદ કાછડીયાએ પરેશ ધાનાણી પર આક્ષેપ કર્યો છે કે, ગંદી રાજનીતિથી કંટાળીને તેઓ રાજીનામુ આપી રહ્યાં છે.

અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખે રાજીનામુ આપવાની ઘટનાથી કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે. પ્રમુખ અરવિંદ કાછડીયા અને ઉપપ્રમુખ દીલીપ બસીયાએ રાજીનામુ ધર્યું છે. આ બંને રાજીનામાને પગલે અમરેલી તાલુકા કોંગ્રેસમાંથી વધુ રાજીનામા પડવાની શક્યતા ચર્ચાઈ રહી છે. બીજી તરફ, ગંદી રાજનીતિથી કંટાળીને અમરેલીના આ બંને દિગ્ગજ નેતાઓએ રાજીનામુ આપ્યું હોવાની વાતો પક્ષમાં વહેતી થઈ છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, અરવિંદ કાછડીયાએ પ્રદેશ કોંગ્રેસ તથા જિલ્લા કોંગ્રેસને મેઈલ કરીને રાજીનામુ મોકલી દીધું છે.