Amreli district receives second consecutive day Unseasonal rain
  • Home
  • Ahmedabad
  • અમદાવાદનાં શહેરી વિસ્તારમાં વાતાવરણમાં પલટો, ધૂળની ડમરીઓ સાથે વરસાદ

અમદાવાદનાં શહેરી વિસ્તારમાં વાતાવરણમાં પલટો, ધૂળની ડમરીઓ સાથે વરસાદ

 | 5:54 pm IST

કેરળમાં 6 જૂન સુધીમાં ચોમાસું બેસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં વાતાવરણમાં પલટો થવાનું શરૂ થઇ ગયું છે. અમદાવાદમાં અસહ્ય ગરમી બાદ આજે સાંજે અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં બોપલ, એસ.જી હાઇવે, બોડકદેવ, વસ્ત્રાપુરમાં વરસાદ પડ્યો હતો. ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ વરસાદી છાંટા અમદાવાદમાં પડ્યા છે. બોપલ – ઘૂમામાં સુસવાટાભર્યા પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આજે વાતાવરણમાં અચાનક પલટો થયો હતો. ખાંભાના બારમણ, ભૂંડણી, ચોત્રા સિહતના ગામોમાં વરસાદ પડ્યો હતો ત્યાં જ નાગેશ્રી, મીઠાપુર, હેમાળ વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ખાભા તાલુકા પવન સાથે કમોચી વરસાદી ના ઝાપટા પડ્યા છે. સવારના અસહ્ય ગરમી બાદ ગાજવીજ સાથે વરસાદનું આગમન થતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર, ખિસરી, માણસા, ફાચરિસા સહિતાના ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

કમોસમી વરસાદના પગલે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. જોકે, વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. સતત બીજા દિવસે અમરેલી જિલાના દરિયા કાંઠાના ગામોમાં પવન સાથે વરસાદ પડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન