અમરેલી- વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન - Sandesh
  • Home
  • Gujarat
  • અમરેલી- વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન

અમરેલી- વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન

 | 3:46 pm IST

અમરેલી જિલ્લામા છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે પડી રહેલા વરસાદના કારણે ખેતી પાકમા ભારે નુકશાન થયુ છે. જેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવી માથે હાથ દઇ રોવાનો વારો આવ્યો છે.

અમરેલી જિલ્લામા છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે ત્રણેક ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે જિલ્લાના ધારી, સાવરકુંડલા અને ખાંભા પંથમા કેરીના પાકને ભારે નુકશાન થયુ છે. મોટાભાગની કેરી પવનના કારણે ખરી ગઈ છે. વાડી માલિકોએ ખરી પડેલી કાચીકેરીઓ ભેગી કરવા અનેક મજુરો કામે લગાવ્યા છે.

તો ક્યાક આંબાની મોટી મોટી ડાળીઓને ઢસડીને એકબાજુ ખસેડવાનુ કામ કરાઈ રહ્યુ છે. ત્યારે ધારીના દેટલા ગામે રાવણા ઝાડ પરથી ખરી જતા જમીન ઉપર જાણે રાવણાની પથારી થઇ હોય તેવો નજારો દેખાય છે. આ વરસાદથી ખેડૂતોને લાખો રૂપિયાનુ નુકસાન થયાનુ ખેડૂતો જણાવી રહ્યા છે.