અમરેલી : સિક્યોરિટી ગાર્ડે જ શાળામાં બાળકો સામે કર્યું ધડાધડ ફાયરિંગ, જુઓ વિડીયો - Sandesh
  • Home
  • Videos
  • અમરેલી : સિક્યોરિટી ગાર્ડે જ શાળામાં બાળકો સામે કર્યું ધડાધડ ફાયરિંગ, જુઓ વિડીયો

અમરેલી : સિક્યોરિટી ગાર્ડે જ શાળામાં બાળકો સામે કર્યું ધડાધડ ફાયરિંગ, જુઓ વિડીયો

 | 12:29 pm IST

શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે, જ્યાંથી બાળકો પોતાના ભવિષ્ય અંગે યોજનાઓ બનાવે છે. હાલમાં અમરેલીના લીલિયાની પ્રકૃતિ વિદ્યાલયમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં બાળકો સામે અચાનક ફાયરિંગ થતાં તેઓ પણ ગભરાય ગયા છે. અત્યાર સુધી લગ્ન પ્રસંગમાં કે કોઇ અન્ય કાર્યક્રમોમાં ફાયરિંગની ઘટના બનતી રહેતી હતી પરંતુ આ રીતે શાળામાં ફાયરિંગની આ લગભગ પહેલી જ ઘટના સામે આવી છે.

ખાસ વાત એ છેકે ઉદઘાટન પ્રસંગે સિક્યોરિટી ગાર્ડ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે ફાયરિંગ ક્યા કારણોથી કરવામાં આવ્યું છે તેના અંગે કોઇ પણ કારણ સામે આવ્યું નથી. તેમજ 2 રાઉન્ડ ફાયરિંગ કરવા પાછળનું કારણ સામે આવ્યું નથી.

આ ઉપરાંત નોંધનીય બાબાત એ છેકે શાળાના કાર્યક્રમમાં મામલતદાર, DEO, TDO જેવા વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. તેમની હાજરીમાં ફાયરિંગ થયાની ચર્ચાથી પ્રશાસન અંગે ઘણાં સવાલો કરવામાં આવી રહ્યા છે.