અમરેલીમાં સિંહબાળને જીવના જોખમે કરાયું રેસ્ક્યુ - Sandesh
  • Home
  • Gujarat
  • અમરેલીમાં સિંહબાળને જીવના જોખમે કરાયું રેસ્ક્યુ

અમરેલીમાં સિંહબાળને જીવના જોખમે કરાયું રેસ્ક્યુ

 | 8:59 pm IST

અમરેલી જીલ્લાના છેવાડાના વિસ્તાર સમા ધોબામાં ત્રણ ત્રણ દિવસથી વનવિભાગે ધામા નાખીને જીવના જોખમે બે બે માદા સિંહણ સાથે રહેતા ત્રણ સિંહબાળને તથા એક ઈજાગ્રસ્ત બચ્ચાને રેસ્ક્યુ કરીને સારવાર આપી હતી.

અમરેલીના ઘોબા ગામની સીમમાં છેલ્લા ત્રણ ત્રણ દિવસથી વનવિભાગ બે બે માદા સિંહણ સાથે રહેતા બે અઢીમાસના ત્રણ ત્રણ સિંહબાળ અંગે લોકેશન મેળવી રહી હતી. જેમાં એક સિંહબાળને આગળના ખભાના ભાગે ઈજા જણાતા, આ સિંહબાળની સારવાર માટે વનતંત્ર કામે લાગી ગયું હતું. આ કડકડતી ઠંડીમાં નાનું સિંબ બાળ ઈજાગ્રસ્ત હાલતમાં ઝઝુમી રહ્યું હતું. આ અંગે ધોબાના સ્થાનિક વાડી માલિકે વનવિભાગનું ધ્યાન દોરીને ઈજાગ્રસ્ત સિંહબાળને બચાવવા મહેનત કરી હતી.

સાવરકુંડલા રેન્જના પ્રતાપ ચાંદુએ જણાવ્યું હતું કે, “ઘોબા સરપંચ દીલુ ભાઈ દરબારની વાડીમાં જ રહેતી બે માદા સિંહણ અને ત્રણ બચ્ચામાંથી એક સિંહબાળની સારવાર કરવી વનવિભાગ માટે પણ પડકાર હતો.પણ વનતંત્રએ ત્રણ ત્રણ દિવસ આ કડકડતી ઠંડીમાં વનવિભાગે વિના વિલંબે પ્રયત્ન કર્યો હતો. પણણ આ તો સિંહ બાળ, તે ટસનું મસ ન થયું. અંતે ત્રણ દિવસની મહેનત રંગ લાવી એક સિંહણ ત્રણ બચ્ચા વનવિભાગે ગોઠવેલા રીંગકેચ પાંજરામાં આબાદ રીતે આવી ગયા. એક સિંહણ બહાર રહેતા વનવિભાગને સારવાર કરવી વધું મુશ્કેલ બની હતી. જીવના જોખમે વનવિભાગે આ સિંહબાળની સારવાર માંડ-માંડ કરી. ઈજાગ્રસ્ત સિંહબાળને સારવાર કરતા હતા દરમિયાન સિંહણ રીંગકેચ પાસે સારવાર કરતા વનવિભાગની આજુબાજુમાંજ ફરતી રહી હતી. આમછતાં વન વિભાગે સિંહ બાળની સારવાર કરીને જ રાહતનો શ્વાસ લીધો હતો.”