દારૂ પીને લથડિયા ખાતા અરવલ્લીના પોલીસ કોન્સ્ટેબલનો Video લોકોએ બનાવ્યો - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • દારૂ પીને લથડિયા ખાતા અરવલ્લીના પોલીસ કોન્સ્ટેબલનો Video લોકોએ બનાવ્યો

દારૂ પીને લથડિયા ખાતા અરવલ્લીના પોલીસ કોન્સ્ટેબલનો Video લોકોએ બનાવ્યો

 | 5:16 pm IST

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, છતાં અહી ખુલ્લેઆમ વેચાય છે અને પીવાય છે તે બધા જ જાણે છે. સામાન્ય લોકો દારૂ પીતા કે દારૂની હેરાફેરી કરતા ઝડપાય તો પોલીસ તેમને પકડે છે, તો જો પોલીસ કર્મચારી જ આવું કરતા પકડાય ત્યારે પ્રજા પર તેની શુ અસર પડે. ગુજરાતમાં કેટલાક પોલીસો પણ દારૂ પીતા અને દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે. ત્યારે અરવલ્લીનો એક વીડિયો વાઈરલ થયો છે. દારૂ પીને લથડિયા મારતા પોલીસ કોન્સ્ટેબલનો આ વીડીયો સામે આવ્યો છે. મોડાસામાં પોલીસ કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે.શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં દારૂ પીધેલો ઝડપાતા, લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો અને વાઈરલ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં એસઆરપી ગ્રૂપમાં ફરજ બજાવતા 10 કર્મચારીઓ ચેન્નાઈમાં ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં ભાગ લેવા ગયા હતા. ડોગ સ્ક્વોડમાં ફરજ બજાવતા આ કર્મચારીઓ સરકારી બસમાં અમદાવાદ આવી રહ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, કર્ણાટક અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા એક બારમાંથી તેમણે દારૂ અને બીયરની ખરીદી કરી હતી. આમ, ગુજરાત આવતા જ 22 વિદેશી દારૂની બોટલ અને 29 ટીન બિયર સાથે એસઆરપીના જવાનોને પકડ્યા હતા.