Amrita Rao, away from films, earns $ 20 million annually Photos
  • Home
  • Featured
  • ફિલ્મોથી દૂર કંઇક આવી લાઇફ જીવી રહી છે અમૃતા રાવ, વાર્ષિક આવક 20 મિલિયન ડોલર

ફિલ્મોથી દૂર કંઇક આવી લાઇફ જીવી રહી છે અમૃતા રાવ, વાર્ષિક આવક 20 મિલિયન ડોલર

 | 11:06 am IST


બોલીવુડ અભિનેત્રી અમૃતા રાવ આજે તેનો 38મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. 7 જૂન 1981એ અમૃતાનો જન્મ મુંબઇમાં થયો હતો. અમૃતા રાવે તેનું કરિયર મૉડેલિંગથી શરૂ કર્યું. અમૃતા રાવ કોલેજમાં હતી. ત્યારે તેને ક્રીમના પ્રચાર માટે પસંદ કરવામાં આવી હચી. આશરે 18 મહિનામાં તેને 35થી વધારે એડ ફિલ્મોમાં કામ કર્યું. અમૃતાએ વર્ષ 2002માં ફિલ્મ અબ કે બરસથી ડેબ્યું કર્યું હતું. આ ફિલ્મમાં અમૃતાની સાથે આર્ય બબ્બરે પડ્યા હતા. ફિલ્મમાં અમૃતાની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતા.

તે બાદ અમૃતા ઇશ્ક વિશ્કમાં પણ નજરે પડી હતી. આ ફિલ્મથી તે ખૂબ ચર્ચામાં આવી હતી. ફિલ્મમાં અમૃતાએ કોલેજ ગર્લનો રોલ પ્લે કર્યો હતો. તેને ઘણી હિટ ફિલ્મો જેમા મૈ હુ ના અને વિવાહ જેવી ફિલ્મો પણ કરી છે. તે સિવાય અમૃતાને ફિલ્મમાં બોલ્ડ સીન્સ કરવા પસંદ ન હતા. અમૃતા આ કારણથી જ ફિલ્મોમાં આવવા માંગતી નથી. તે બાદ અમૃતાને સલમાનની ફિલ્મ પ્રેમ રતન ધન પાયો પણ ઓફર કરવામાં આવી હતી. જેમા તેને ઇન્કાર કર્યો હતો. ફિલ્મમાં અમૃતાને સલમાન ખાનની બહેનનો રોલ કરવાનો હતો. જે બાદમાં સ્વરા ભાસ્કરે કર્યો હતો.

અમૃતાની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેને આરજે અનમોલને 7 વર્ષ સુધી ડેટ કર્યા અને બાદમાં તેને 2016માં બોયફ્રેન્ડ અનમોલ સાથે લગ્ન કરી લીધા. તે બાદથી અમૃતા સિલ્વર સ્ક્રીનથી ગાયબ છે. જણાવી દઇએ કે ફિલ્મમાં કામ ન કરતા હોવા છતા અમૃતાનું નામ બોલીવુડમાં સૌથી અમીર અભિનેત્રીમાં પ્રખ્યાત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમૃતાની વાર્ષિક આવક 20 મિલિયન ડોલર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન