Amrita Rao is Going to be Mother Soon, Actress Expecting Her First Child
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડની વધુ એક અભિનેત્રીએ આપ્યા સારા સમાચાર, આ હોટ હિરોઈન બનવા જઈ રહી છે માતા!

બોલિવૂડની વધુ એક અભિનેત્રીએ આપ્યા સારા સમાચાર, આ હોટ હિરોઈન બનવા જઈ રહી છે માતા!

 | 11:13 pm IST

અભિનેત્રી અમૃતા રાવ છેલ્લે 2019માં આવેલી ફિલ્મ ઠાકરેમાં નવાઝુદ્દીન સિદ્દીકીની ઓપોઝિટમાં જોવા મળી હતી. તેણે આ ફિલ્મમાં નવાઝુદ્દીનની ઓન-સ્ક્રીન પત્ની મીનાનો રોલ કર્યો હતો. ત્યારે હવે એક મોટી વાતને લઈ અમૃતા ચર્ચામાં આવી છે. હાલમાં જ ક્લિનિક બહાર આ એક્ટ્રેસ સ્પોટ થઈ હતી. ત્યારે બધાને જાણ થઈ કે અમૃતા અને આરજે અનમોલ માતા-પિતા બનવાના છે.

અમૃતા ડોક્ટરના ક્લિનિક બહાર પતિ સાથે જોવા મળી હતી, તેના ચહેરા પર પ્રેગ્નેન્સીનો ગ્લો દેખાઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમૃતા અને અનમોલે 7 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. તેના લગ્નમાં માત્ર પરિવારજનો અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે અમૃતા તેના જીવનના આ સમયગાળાને માણી રહી છે. જ્યારે લોકો તેની પ્રેગ્નેન્સી વિશે અજાણ છે, ત્યારે માત્ર કપલના નજીકના મિત્રો જ આ વાત જાણે છે. બીજી એક વાત કે લોકડાઉન થયું તે પહેલા જ અમૃતા પ્રેગ્નેન્ટ હોવાના ન્યૂઝ મળ્યા હતા પરંતુ ત્યારે કોઈ પુષ્ટિ થઈ ન હી. કારણ કે અભિનેત્રી વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લોકડાઉનના સમયગાળા દરમિયાન કપલને એકબીજા સાથે સારો સમય પસાર કરવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન