Amrita Singh is not happy about Sara and Kartiks New Year plans
  • Home
  • Entertainment
  • Bollywood
  • સારા કાર્તિકની નજીક જાય એમાં મમ્મી અમૃતા સિંહને મજા નથી આવતી, કારણ છે કંઈક આવું

સારા કાર્તિકની નજીક જાય એમાં મમ્મી અમૃતા સિંહને મજા નથી આવતી, કારણ છે કંઈક આવું

 | 5:04 pm IST

કાર્તિક અને સારા એકબીજાના પ્રેમમાં છે એવી વાતો ઘણા સમયથી સામે આવી રહી છે. તેમજ કોઈક વાર બંન્ને સાથે પણ જોવા મળતા હોય છે. આમ પણ સારા અલી ખાન મોસ્ટ પોપ્યુલર સ્ટાર કિડ્સમાંથી એક છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘આજ કલ’ના સેટ પર બંને વચ્ચે પ્રેમ શરૂ થયો હતો સાથે કામ કરીને તેમની વચ્ચે રિલેશન વધારે મજબૂત થયા.

જો કે, થોડા દિવસ પહેલા એવા પણ ન્યૂઝ મળ્યા હતા કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. જ્યારે કરણ જોહરની દિવાળી પાર્ટીમાં બંનેએ હગ કર્યું તો તમામ બ્રેકઅપની અફવા પર પાણી ફેરવાઈ ગયું. નવા રિપોર્ટ સામે આવ્યા છે કે સારા અને કાર્તિક ન્યૂ યર સાથે સેલિબ્રેટ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે.

પરંતુ આ બધાની વચ્ચે દીકરી સારાની લવ લાઈફમાં આવેલા આ ટ્વિસ્ટને લઈ મમ્મી અમૃતા સિંહ ખુશ હોય તેવું કંઈ નથી દેખાઈ રહ્યું. એક વેબ પોર્ટલ પ્રમાણે, અમૃતાનું માનવું છે કે સારાને હાલ કરિયર પર ફોકસ કરવાની જરૂર છે, દિલના મામલાને લઈ કોઈ પ્રકારે વિચલિત ન થવું જોઈએ. પરંતુ સુત્રો એવું કહે છે કે સારા એવું માને છે કે, તેનું કામ તેની પર્સનલ લાઈફ સાથે મિક્સ થાય તેમાં કોઈ વાંધો નથી’

ઉલ્લેખનીય છે કે, કાર્તિક અને સારા પહેલીવાર ‘આજ કલ’માં સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ ફિલ્મ 2009માં આવેલી ફિલ્મ લવ આજ કલની સિક્વલ છે. આ સિવાય સારા વરુણ ધવન સાથે કૂલી નંબર 1માં પણ કામ કરી રહી છે. આ બંને ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

આ વીડિયો પણ જુઓ: છોટા ઉદેપુરમાં માફિયાઓ બન્યા બેફામ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન