Amrita Singh Talks About How She Grown Sara And Ibrahim
  • Home
  • Entertainment
  • Bollywood
  • વર્ષો બાદ છલક્યું અમૃતા સિંહનું દુ:ખ, જણાવ્યું પતિ વગર કેવી રીતે ઉછેર્યા સારા-ઇબ્રાહિમને

વર્ષો બાદ છલક્યું અમૃતા સિંહનું દુ:ખ, જણાવ્યું પતિ વગર કેવી રીતે ઉછેર્યા સારા-ઇબ્રાહિમને

 | 3:26 pm IST

અમૃતા સિંહ પસંદ કરે છે સારા અલી ખાન માટે સ્ક્રિપ્ટ

તાજેતરમાં સારા અલી ખાનની ફિલ્મ ‘સિંબા’ રીલીઝ થઈ છે. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી છે. ફિલ્મની કમાણી 150 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. ફિલ્મમાં સારા અલી ખાન અને રણવીર સિંહ લીડ રૉલમાં છે. આ પહેલા સારાની ફિલ્મ ‘કેદરનાથ’ પણ રીલીઝ થઈ હતી અને દર્શકોને ફિલ્મ પસંદ આવી હતી. ફિલ્મોમાં એક્ટિંગ કરવા માટે સારાને તેની માતા અમૃતા સિંહ મદદ કરી રહી છે અને સારા માટે સ્ક્રિપ્ટની પસંદગી કરે છે.

જણાવ્યું પતિ વગર ઇબ્રાહિમ અને સારાની સંભાળ કેવી રીતે કરી

અત્યારે બોલીવુડમાં સારાને એક પછી એક ફિલ્મ મળી રહી છે. સારાની સફળતા પાછળ તેની માતાનો હાથ છે. તાજેતરમાં જ અમૃતા સિંહે પોતાના બાળકોનાં પાલન-પોષણને લઇને નિવેદન આપ્યું હતુ. અમૃતા સિંહને પુછવામાં આવ્યું કે, પતિ વગર ઇબ્રાહિમ અને સારાની સંભાળ કેવી રીતે કરી? આ પ્રશ્નનો જવાબ આપતા તેણે કહ્યું કે, “જ્યારે જવાબદારી માથા પર પડે છે, ત્યારે બધુ જ આપમેળે આવડી જાય છે.” આ ઉપરાંત જ્યારે અમૃતા સિંહને પુછવામાં આવ્યું કે તેમણે બીજા લગ્ન કેમ ના કર્યા? તેના જવાબમાં અમૃતા સિંહ મૌન રહ્યા હતા.

સની દેઓલ ઇચ્છતો હતો કે સારા તેના દીકરા કરણની ફિલ્મમાં કામ કરે

ઉલ્લેખનીય છે કે ‘કેદારનાથ’ ફિલ્મ પહેલા સારા અલી ખાનને ઘણી ફિલ્મોની ઑફર મળી હતી, પરંતુ અમૃતા સિંહે વિચારીને સુશાંત સિંહ રાજપુત સાથે ‘કેદારનાથ’ ફિલ્મથી તેનું ડેબ્યૂ કરાવ્યું. સની દેઓલ ઇચ્છતો હતો કે સારા અલી ખાન તેના દીકરા કરણ દેઓલની ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’માં કામ કરે, પરંતુ અમૃતા સિંહે ના કહી દીધી હતી. સની દેઓલ આવું એટલા માટે ઇચ્છતો હતો કારણ કે તેણે અમૃતા સિંહ સાથે ‘બેતાબ’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.