Amritsar Train Accident Video
  • Home
  • Videos
  • Featured Videos
  • અમૃતસર દુર્ઘટના કેવી રીતે ઘટી, જુઓ સૌથી સ્પષ્ટ Video

અમૃતસર દુર્ઘટના કેવી રીતે ઘટી, જુઓ સૌથી સ્પષ્ટ Video

 | 9:33 am IST

અમૃતસરમા જોડા ફાટક રેલવે ટ્રેક નજીક રાવણ દહન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ. આ દુર્ઘટનામાં 60થી વધુ લોકો ટ્રેનની નીચે કચડાઈને મોતને ભેટ્યા છે. આ ઘટના રાવણ દહન કાર્યક્રમ દરમિયાન ઘટી હતી. ગઈ કાલે સાંજે દશેરા નિમિત્તે રેલવે ટ્રેક નજીક એક મેદાનમાં રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાવણ દહન કરવામાં આવતા ભારે આતશબાજી થઈ. જેનો આનંદ માણતા લોકો સીટીઓ અને ચીચીયારીઓ કરતા કરતા નજીકના રેલવે ટ્રેક પર જતા રહ્યાં હતાં. બરાબર આ જ સમયે ત્યાંથી ટ્રેન પસાર થઈ રહી હતી.

ટ્રેનનો અવાજ અને લોકોપાઈલોટ દ્વારા મારવામાં આવેલા હોર્ન રાવણ દહન કાર્યક્રમમાં મશગુલ ભીડને સંભળાયા જ નહીં અને જોતજોતામાં જ ટ્રેન લોકો પર ફરી વળી. ટ્રેન પસાર થઈ રહી હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં રાવણ દહન, લોકોની ભીટ અને પસાર થઈ રહેલી ટ્રેન સ્પષ્ટ જોઈ શકાય છે.