AMTS biggest announcement for the sisters of Ahmedabad
  • Home
  • Ahmedabad
  • અમદાવાદની બહેનો માટે AMTSની સૌથી મોટી જાહેરાત, આજે આખો દિવસ કરી શકશો આ કામ!

અમદાવાદની બહેનો માટે AMTSની સૌથી મોટી જાહેરાત, આજે આખો દિવસ કરી શકશો આ કામ!

 | 8:55 am IST

આજે ગુરુવારના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવારની ધામધૂમથી ઉજવણી થશે. જેમાં બહેનો પોતાના ભાઇઓને રાખડી બાંધી લાંબી ઉંમરની પ્રાર્થના કરશે. રક્ષાબંધનના દિવસે બહેનો ભાઇઓને રાખડી બાંધવા જાય ત્યારે એએમટીએસની બસોમાં ભાડામાં ખાસ છૂટછાટ આપવામાં આવી છે.

આજે બહેનો માટે અમદાવાદની એએમટીએસે ખાસ જાહેરાત કરી છે. આજના દિવસે બહેનો માટે માત્ર ૧૦ રૂપિપાની ટિકિટમાં એએમટીએસની બસોમાં મુસાફરી કરી શકશે. જ્યારે બાળકોને માત્ર રૂપિયા 5ની ટિકિટમાં આખો દિવસ મુસાફરી કરી શકશે.

સામાન્ય દિવસે બહેનો માટે રૂપિયા 20ની ટિકિટ હોય છે જેમાં સવારે 11 વાગ્યા પછી મુસાફરી કરી શકાય છે, પણ મ્યુનિ. તંત્રએ આ ટિકિટના દર અડધા કરી બહેનો આખા દિવસ મુસાફરી કરી શકશે તેવી જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન