AMTS-BRTS bus arrives Kalupur railway station late in the morning
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કાલુપુર રેલવેસ્ટેશને AMTS-BRTS બસ મોડી શરૂ થતાં રિક્ષાભાડાંમાં બેફામ લૂંટ

કાલુપુર રેલવેસ્ટેશને AMTS-BRTS બસ મોડી શરૂ થતાં રિક્ષાભાડાંમાં બેફામ લૂંટ

 | 9:01 am IST
  • Share

  • સવારે છ વાગ્યાથી રેલવેસ્ટેશન પર AMTS-BRTS નથી મળતી બસો

  • બીજા રાજ્યોમાંથી  આવતી ટ્રેનોના મુસાફરોને પારાવાર પરેશાની

શહેરમાં વહેલી સવારે AMTS-BRTS બસ શરૂ કરાતી ન હોવાના લીધે કાલુપુર રેલવે સ્ટેશને વહેલી સવારે સૌરાષ્ટ્ર, મુંબઇ સહિત અન્ય રાજ્યમાંથી આવતી ટ્રેનના મુસાફરોને રિક્ષા ચાલકો વધારે ભાડા વસુલીને બેફામ લૂંટતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. એટલે મ્યુનિ.તંત્ર દ્વારા તાકિદે વહેલી સવારે 6વાગ્યાથી નિયમિત બસ સેવા શરૂ કરવા લોકમાંગ ઉઠી છે.

રાજ્યમાં અને અમદાવાદમાં કોરોનાના કેસો ઘટતાં હવે તમામ પ્રતિબંધો હળવા કરીને છુટછાટ આપવામાં આવી રહી છે. એટલે કાલુપુર રેલવે સ્ટેશને પણ અગાઉની જેમ ટ્રેનોનો ઘસારો જોવા મળી રહ્યો છે. જેના લીધે વહેલી સવારે કાલુપુર રેલવે સ્ટેશને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર, મુંબઇ, રાજસ્થાન તથા અન્ય રાજ્યમાંથી આવતી ટ્રેનોમાં મુસાફરો મોટી સંખ્યામાં આવતા હોય છે. પરંતુ મ્યુનિ.સંચાલિત AMTS-BRTS બસો 7 વાગ્યે પણ મળતી ન હોવાથી મુસાફરો હેરાન પરેશાન થઇ રહ્યા છે. ના છુટકે મુસાફરોને ખાનગી વાહનોમાં બેસવાનો વારો આવે છે. ત્યારે રિક્ષાચાલકો અને ખાનગી કેબવાળા મનફાવે તેમ વધારે ભાડુ વસુલીને મુસાફરોને બિન્દાસ્ત લૂંટતા હોવાની ફરિયાદ ઉઠી છે. એટલે મ્યુનિ. દ્વારા મુસાફરોના હિતમાં વહેલી સવારે 6વાગ્યાથી નિયમિત AMTS-BRTS બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માગણી લોકો કરી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે કોરોનાના કેસો ઘટયા બાદ હવે તમામ બાબતોમાં છુટ મળી રહી છે. ત્યારે મ્યુનિ.તંત્ર પણ AMTS-BRTS બસો પહેલાની જેમ વહેલી સવારથી શરૂ કરીને મોડીરાત સુધી ચાલુ રાખે તે જરૂરી છે. કેમકે સાર્વજનિક બસો પહેલાની જેમ ચાલુ થઇ જાય તો શહેરીજનોને તેનો બહોળો લાભ મળી શકે. મોંધવારીમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ખર્ચ પણ ઘટે તે માટે આ નિર્ણય કરે તે સમયની માગ છે.

મુંબઈ, દિલ્હી, રાજસ્થાન, યુપી સહિતના અનેક રાજ્યોમાંથી આવતી ટ્રેનો વહેલી સવારે કાલુપુર રેલવે સ્ટેશને પહોંચે છે. પરંતુ કોરોના કાળમાં એએમટીએસ-બીઆરટીએસની બસો સવારે સાત પહેલાં મળતી નથી. એના કારણે ટ્રેનમાં આવેલા મુસાફરોએ નાછુટકે રિક્ષાચાલકોને ઊંચા ભાડા ચૂકવવા પડે છે. જો છ વાગ્યાથી બસોની સુવિધા મળે તો સેંકડો મુસાફરો ભાડામાં લૂંટાતા બચી શકે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો