AMTS bus driver arrested in Gujarat University molestation case
  • Home
  • Ahmedabad
  • AMTS ડ્રાઈવરે ધોળા દિવસે કરી યુવતીને છેડતી, બસ સ્ટેન્ડ પર બાજુમાં ખેંચીને કહ્યું- માસ્ક ઉતાર આપણે…

AMTS ડ્રાઈવરે ધોળા દિવસે કરી યુવતીને છેડતી, બસ સ્ટેન્ડ પર બાજુમાં ખેંચીને કહ્યું- માસ્ક ઉતાર આપણે…

 | 9:12 am IST

રાજ્યમાં હવે મહિલા સુરક્ષિત જણાઈ રહી નથી. અમદાવાદમાં એએમટીએસ બસ ડ્રાઈવરે યુવતીને છેડતી કરી હોવાની ઘટના સામે આવી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા ગયેલી યુવતી AMTSમાં બેસતા ડ્રાઇવરે જબરદસ્તી કરી હતી. પરંતુ આ ઘટનામાં ગુજરાત યુનિવર્સિટીની મહિલા SHE ટીમે છટકું ગોઠવી છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી લીધી હતી. AMTS ડ્રાઇવર હાર્દિક ઠકકરની પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થિનીની છેડતી કરવી એક એએમટીએસના ડ્રાઇવરને ભારે પડી ગઈ છે. અમદાવાદની એએમટીએસ બસમાં કોન્ટ્રાક્ટ પર ડ્રાઇવર તરીકે કામ કરતો હાર્દિક ઠક્કર 12મી સપ્ટેમ્બરે યુનિ. બસ સ્ટેન્ડ પર એક વિદ્યાર્થીની બેઠેલી જોઈ હતી. ત્યારબાદ તેના મનમાં હવસનો કિડો સળવળ્યો હતો. ડ્રાઈવર હાર્દિક યુવતીની પાસે જઈને બેસી ગયો હતો અને વિદ્યાર્થિની સાથે અશ્લીલ માંગણી કરી તેનું માસ્ક કાઢી લીધું હતું.

એટલું જ નહિ આરોપીએ વિદ્યાર્થિનીને બાથમાં લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. બાદમાં તેણે વિદ્યાર્થિનીનો મોબાઈલ લઇ પોતાના મોબાઈલમાં એક મિસ્કોલ કર્યો હતો અને ત્યાંથી નીકળી ગયો હતો. જો કે વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હોવાથી તેણે જે તે સમયે કોઈને જાણ કરી ના હતી. આજ સિલસિલામાં નરાધમ હાર્દિકનો ફરી વિદ્યાર્થિનીના ફોન પર આવ્યો હતો. અને બસ સ્ટેન્ડ પર મળવા બોલાવી હતી.

વિદ્યાર્થિનીએ હિંમત ભેગી કરીને ગુજરાત યુનિવર્સિટીના બસ સ્ટેન્ડ નજીક હાજર સી ટીમના મહિલા પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે યુવતીની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક સિવિલ ડ્રેસમાં પોલીસની વોચ ગોઠવી આરોપી આવતા જ તેણે ઝડપી લીધો છે. મહિલા પોલીસને આરોપી હાર્દિક ઠક્કરના છૂટાછેડા થયા હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જ્યારે વિદ્યાર્થિનીની પરીક્ષા ચાલતી હોવાથી યુનિવર્સિટી આવતી હતી. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન