AMTS Will Start Religious bus on August Month, Special Gift for Sisters
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદીઓ માટે ખુશખબર, શ્રાવણ માસમાં ધાર્મિક બસ શરૂ થશે, બહેનોને મળશે આ ભેટ

અમદાવાદીઓ માટે ખુશખબર, શ્રાવણ માસમાં ધાર્મિક બસ શરૂ થશે, બહેનોને મળશે આ ભેટ

 | 7:02 pm IST
  • Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસ દ્વારા બે મહત્વના નિર્ણયો અમદાવાદવાસીઓ માટે લેવામાં આવ્યા છે. શ્રાવણ માસમાં એક ધાર્મિક બસ શરૂ કરવામાં આવશે. તો સાથે જ રક્ષાબંધનના દિવસે બહેનોને ભેટ આપતાં મનપસંદ ટિકિટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનોને રક્ષાબંધનની ગિફટ આપવામા આવી છે. એક દિવસ માટે ભાડામાં રાહત આપવામાં આવી છે. 20 રૂપિયાની ટિકિટના 10 રૂપિયા લેવામાં આવશે. એટલે કે અડધી કિંમતે મુસાફરી કરી શકાશે. જ્યારે બાળકો માટે 5 રૂપિયાની ટિકિટ દર રહશે. સામાન્ય દિવસોમાં 20 રૂપિયાની ટિકિટ હોય છે અને તેમાં સવારના 11 થી મુસાફરી કરી શકાય છે. જ્યારે રક્ષાબંધનના દિવસે 10 રૂપિયામાં સવારથી મુસાફરી કરી શકાશે. રોજના સાડા પાંચ લાખ મુસાફરો એએમટીએસમાં મુસાફરી કરે છે. ત્યારે બળેવના પર્વ પર આ પ્રકારનો ભાડામાં ઘટાડો કરી વધુને વધુ મહિલા મુસાફરોને આકર્ષવાનો પ્રયાસ કરાયો છે.

આગામી દિવસમા પવિત્ર શ્રાવણ માસ શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે એએમટીએસ દ્વારા યાત્રાળુઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક ખાસ ઓફર શરૂ કરવામાં આવનાર છે. શ્રાવણ માસને લઈને એએમટીએસ શ્રદ્ધાળુઓને અમદાવાદ શહેરમાં આવેલાં અલગ-અલગ 18 જેટલાં મંદિરોના દર્શન કરાવાશે. સવારે ઉપડેલી સાંજે નિયત કરેલાં સ્થળ ઉપર તમામ ભક્તોને ઉતારશે. પુખ્ત વયના ભક્તો માટે ટીકીટનો દર 60 રૂપિયા અને બાળકો માટે ટિકિટનો દર 30 રૂપિયાનો રહેશે.

ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે શ્રાવણ માસ દરમિયાન અંદાજિત 2400 જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો આ યોજનાનો લાભ લે તેવું તંત્રનું માનવું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો