Amul increase Milk price 2 rupees in Gujarat, Mumbai, Delhi and W.bangal
  • Home
  • Ahmedabad
  • મોંઘવારીમાં પીસાતી પ્રજાને પડતા પર પાટું, અમૂલ ડેરીએ દૂધના ભાવમાં ઝીંક્યો આટલો વધારો

મોંઘવારીમાં પીસાતી પ્રજાને પડતા પર પાટું, અમૂલ ડેરીએ દૂધના ભાવમાં ઝીંક્યો આટલો વધારો

 | 6:13 pm IST

દેશમાં હાલ જનતા મોંઘવારીના મારથી પરેશાન છે. મોંઘવારીમાં સતત વધારાના કારણે સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે. પહેલા ડુંગળીના ભાવે લોકોને રોવડાવ્યા ત્યારે હવે રાજ્યની પ્રજા પર મોંઘાવીરનો વધુ એક ડોઝ પડવા જઈ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો ઝીંક્યો છે. કંપનીએ તેના પ્રોડક્ટના ભાવમાં પ્રતિલીટર 2 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. આ ભાવ વધારો દેશના અલગ-અલગ રાજ્ય જેમકે ગુજરાત, મુંબઈ, દિલ્હી-NCR, પ.બંગાળમાં અમલી થશે. આ ભાવ વધારા સાથે હવે અમૂલ ગોલ્ડનો ભાવ અંદાજે 56 રૂપિયા પ્રતિલીટર થઈ જશે. જ્યારે અમૂલ તાજાના ભાવ 22 રૂપિયા 500 ml. થશે. અમૂલ શક્તિના ભાવ 25 રૂપિયા 500 ml. થઈ જશે. નવા ભાવ આવતીકાલથી લાગુ પડશે.

આપને જણાવી દઈએ કે નવેમ્બરમાં રિટેલ ફુગાવો 3 વર્ષની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો અને ફુગાવોનો દર 5.54 ટકા રહ્યો હતો. જ્યારે ઓક્ટોબરમાં ઓદ્યોગિક ઉત્પાદનનો આંક ઘટીને 3.8 ટકા નોંધાયો હતો. ભડકે બળતા ચીજવસ્તુઓના ભાવ અને આસમાને પહોંચેલી મોંઘવારીએ અચ્છે દિનની રાહ જોતા આમઆદમીની કમર બેવડ વાળી દીધી હતી. મોંઘવારીમાં સતત વધારા વચ્ચે હવે જીવન જરૂરિયાત વસ્તુ દૂધના ભાવમાં વધારો બમણો માર પડ્યો હોય એમ લાગી રહ્યું છે.

મધર ડેરીએ પણ ભાવ વધાર્યા:

પ્રાપ્ત માહિતી મુજબ મધર ડેરીએ પણ તેના પ્રોડક્ટના ભાવમાં વધારો કર્યો છે. રિપોર્ટ પ્રમાણે મધર ડેરીએ દૂધ પર 3 રૂપિયા પ્રતિલીટરનો વધારો કર્યો છે. કંપનીએ આ ભાવ વધારો દિલ્હી-NCRમાં કર્યો છે. જે આવતીકાલથી અમલમાં આવશે.  

આ વીડિયો પણ જુઓ: ઓપરેશન વાયરસને રાજકોટવાસીઓએ બિરદાવ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન