amul-to-launch-this-diwali-in-ahmedabad-fresh-deodorised-camel-milk
  • Home
  • Business
  • PMએ કર્યા હતા જેના ભરપૂર વખાણ તે ઉંટનું ફ્લેવર્ડ દૂધ દિવાળી પર અમદાવાદમાં મળશે

PMએ કર્યા હતા જેના ભરપૂર વખાણ તે ઉંટનું ફ્લેવર્ડ દૂધ દિવાળી પર અમદાવાદમાં મળશે

 | 5:38 pm IST

PM નરેન્દ્ર મોદીએ જેના બે મોઢે વખાણ કર્યા હતા તે ઉંટનું દૂધ હવે ફ્વેવર્ડ દૂધના રૂપમાં જલ્દીથી માર્કેટમાં આવવાનું શરૂ થશે. અગ્રગણ્ય દૂધ ઉત્પાદક કંપની અમુલે દિવાળીના અવસર પર આ ફ્લેવર્ડ દૂધને ટ્રાયલ માટે પ્રોસેસ શરૂ કરી દીધી છે.

ડિસેમ્બરથી દૂધ ઉત્પાદકો અમદાવાદથી અને તેની આસપાસના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં દૂધનું ઉત્પાદન કરી વિસ્તરણ કરશે.
એક રિપોર્ટ અનુસાર ઉંટના દૂધથી એક અલગ પ્રકારની સ્મેલ આવે છે, જેને અમુલ કંપની દુર કરવાનો પ્રયાસ કરશે. આ સિવાય દૂધને પીવા લાયક કરવા તેને વધારે સ્વાદિષ્ટ બનાવવામા આવશે.

આપને જણાવી દઈએ કે આ પહેલી વાર થઈ રહ્યુ છે કે ઉંટનું દૂધ ભારતમાં માર્કેટમાં કોર્પોરેટના રૂપે વેચાણ શરૂ કરશે. અત્યાર સુધીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ દૂધને વેચવામાં આવે છે. વિદેશોમાં તો કેટલીયે જગ્યા પર ઉપલબ્ધ છે.
રિપોર્ટ અનુસાર ડિસેમ્બર 2018 સુધીમાં આ દૂધ કોર્પોરેટ યૂનિટમાં કચ્છમાં ઉંટના દૂધની પ્રોસેસિંગ યૂનિટ શરૂ કરશે. ઉંટ પાલકો અહી દૂધ પહોંચાડશે, જેને અમદાવાદમાં વેચવામાં આવશે. ભૂજ વિસ્તારોમાં બનનાર ઉેટનું દૂધ પ્રોસેસિંગ યુનિટની ક્ષમતા 20 હજાર લીટર દૂધ પ્રોસેસ કરવાની હશે.

વર્તમાનમાં ચોકલેટ બનાવવા માટે અમૂલ કચ્છમાં આવતા ઉંટના દૂધને પ્રોસેસ કરે છે. જો કે તાજૂ દૂધ વેચવાનો આ કોન્સેપ્ટ એકદમ નવો છે. એક્સપર્ટ અનુસાર આ દૂધ થોડુ નમકીન હોય છે. પણ સ્વાસ્થ્યની દૃષ્ટીએ બહુજ સારૂ છે.

આપને જણાવીએ કે PM નરેન્દ્ર મોદીએ કેટલાક દિવસો પહેલા ઉંટના દૂધ વીશે તેમણે વિસ્તારથી વાત કરી તેના ફાયદા ગણાવ્યા હતા. જો કે આ બાબતે તેની ખુબજ મજાક ઉડાવવામાં આવી હતી. જો કે હાલમાં ઉંટનું દૂધ ગાયના દૂધ કરતા બમણી કિંમતે મળે છે. આમ છતા આ દૂધ આયુર્વેદિક દૃષ્ટીએ ખુબજ ફાયદાકારક છે.

વર્તમાનમાં અમૂલ કંપનીએ 1 હજારમાં 1500 લીટર દૂધ કલેક્ટ કરે છે. તેને કચ્છના ઉંટ પાલક સમુદાયના માલધારીઓ પાસેથી એકઠું કરવામાં આવે છે. જો કે આ રોજ એકઠું નથી કરવામાં આવતુ અને ચોકલેટ ફેક્ટરીની આવશ્યકતા અનુસાર મેળવવામાં આવે છે.

શરૂઆતમાં ઉંટના દૂધને 500 મિલીની બોટલમાં લૉન્ચ કરવામાં આવશે. એક્સપર્ટ અનુસાર કચ્છ જેવા વિસ્તારોમાં અલગ અલગ ચારો ખાતા હોવાથી દૂધની ગંધ અલગ અલગ આવે છે. આવામાં તેને એક અલગ બ્રાન્ડના રૂપમાં વેચવામાટે તેની ગંધને એક જેવી ગંધ કરવા માટે પ્રોસેસ કરવામાં આવે છે. આ પહેલીવાર થશે જ્યારે કોઇ ફ્રેશ મિલ્કમાટે તેને પ્રોસેસ કરવામાં આવશે.

કંપની અનુસાર માંગ વધતા કચ્છ જેવા વિસ્તારોમાંથી ઉંટ પાલકો પાસેથી દૂધને એકઠુ કરવામાં આવશે. એક્સપર્ટ અનુસાર કેસીન અને આયરન પ્રચૂર માત્રામાં મળે છે. વિટામીન સીની માત્રા અન્ય દૂધના મુકાબલે ચાર ગણુ વધારે છે. આ દૂધમાં બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધારે માત્રામાં છે. આપને જણાવી દઈએ કે આ દિવાળી પર અમૂલ ઉંટનું દૂધ ચોકલેટ બજારમાં વેચવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન