Amy Jackson is looking fit and fine after just two months of delivery
  • Home
  • Featured
  • PHOTOS: ડિલેવરીના ફક્ત 2 મહીના બાદ કામે વળગી એમી જૈક્સન, સોશિયલ મીડિયાને કર્યુ ગાંડુ

PHOTOS: ડિલેવરીના ફક્ત 2 મહીના બાદ કામે વળગી એમી જૈક્સન, સોશિયલ મીડિયાને કર્યુ ગાંડુ

 | 7:42 am IST

એકટ્રેસ એમી જૈક્સન તેની હોટનેસ અને બિન્દાસ અંદાજને લઈને ચર્ચામાં છવાયેલી રહે છે. એક્ટિંગ કેરિયર સિવાય એમી પ્રેગ્નેસીમાં પણ એક્ટીવ દેખાતી હતી. સોશિયલ મીડિયા પર તેની તસવીરો સતત આવતી રહે છે. ડિલેવરીના ફક્ત 2 મહીનામાં જ સુપરફિટ નજર આવી રહી છે.

એમી જૈક્સન ફિટનેસને લઈને ખુબજ જાણીતી છે. એમી તેના ન્યુ બોર્ન બેબી સાથે ખુશખુશાલ દેખાઈ રહી છે. એમીનું માનવું છે કે માતા બનવુ એ કુદરતની સૌથી મોટી ભેટ છે. એમીએ 23 સપ્ટેમ્બર 2019માં પુત્રને જન્મ આપ્યો છે. 2018માં એમીએ જોર્જ સાથે ડેટિંગ લાઈફ શરૂ કરી હતી. એમીએ તેના પુત્રને જન્મ આપ્યા પછી તેના બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી છે. આવતા વર્ષે આ બંને લગ્ન કરશે.

એમી તેના લગ્ન ખુબજ ધામધુમથી કરવા માંગે છે તે ઇચ્છે છે કે લગ્ન ખુબજ શાનદાર રીતે થાય જેમાં તેનો બોયફ્રેન્ડ George Panayiotou રાજાની જેમ અને તે ક્વીનની જેમ છવાઈ જશે. એમી અક્ષય કુમારની ફિલ્મ સિંહ ઇઝ બ્લિંગ તેમજ સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ 2.0માં કામ કરી ચુકી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારે વિલનની ભૂમિકા નિભાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન