Amyra Dastur reacts to a bad incident happening in the country
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS: ભારતમાં થતા બળાત્કાર જોઈને હવે બોલિવૂડની આ અભિનેત્રીનો પિત્તો ગયો, ગુસ્સામાં કહ્યું કે…

PHOTOS: ભારતમાં થતા બળાત્કાર જોઈને હવે બોલિવૂડની આ અભિનેત્રીનો પિત્તો ગયો, ગુસ્સામાં કહ્યું કે…

 | 3:33 pm IST
  • Share

હાલમાં દેશના બળાત્કારની ઘટના વધી રહી છે અને ક્રાઈમ થઈ રહ્યા છે. રોજ દેશના કોઈ ખુણામાં દીકરીઓ પીંખાઈ રહી છે. ત્યારે આ અંગે બોલિવૂડ(Bollywood)ના લોકો પણ હવે સામે આવીને બોલી રહ્યા છે. ત્યારે હવે અમાયરા દસ્તુર(Amyra Dastur)નું કહેવું છે કે દેશમાં બળાત્કારની ઘટનાઓ સતત વધી રહી છે. હાલમાં જ હાથરસ (Hathras Case) અને બલરામપુરમાં હિચકારી બળાત્કાર અને હત્યાનો મામલો ઉજાગર થયો છે. આ સિવાય મધ્ય પ્રદેશમાં પણ નરસિંહપુરમાં એક મહિલા સાથે સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી હતી.

આવી બધી બાબતને લઈને ટ્વિટર પર અમાયરાએ ટ્વીટ કર્યું હતું કે ‘શું મહિલાના નિધન બાદ કેસ રજિસ્ટર કરવાનો? ભારતને આ શું થયું છે? શું કામ પોલીસ આપણી રક્ષા નથી કરતી? શું કામ બળાત્કારની ઘટનાઓ સતત થઈ રહી છે? શું કામ દેશમાં બળાત્કાર વધી રહ્યા છે? શું કામ માણસો આવી હિચકારી ઘટના કરતાં ડરતા નથી અને મહિલાઓને અપશબ્દો બોલે છે? શું કામ?’ હવે આ ટ્વીટ પણ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન