20 હજારથી પણ ઓછી કિંમતમાં iPhone ખરીદવાનો ચાન્સ... - Sandesh
  • Home
  • Tech
  • 20 હજારથી પણ ઓછી કિંમતમાં iPhone ખરીદવાનો ચાન્સ…

20 હજારથી પણ ઓછી કિંમતમાં iPhone ખરીદવાનો ચાન્સ…

 | 6:53 pm IST
  • Share

જો તમે નાની સ્ક્રીન વાળો iPhone ખરીદવા માગતા હોવ તો તમે iPhone SE પર વિચાર કરી શકો છો. દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમઝોન આ ફોન પર ફ્લેટ 8,100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ રીતે 26,000 રૂપિયાના આ ફોનને તમે માત્ર 17,999 રૂપિયામાં ખરીદી શકો છો.

આ સ્માર્ટફોન પર 15,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે. આ સાથે EMI પર ખરીદવો હોય તો ICICI બેંક ક્રેડિટ કાર્ડ હોલ્ડરને 1,500 રૂપિયાની કેશબેક ઓફર પણ મળી રહી છે. આ ફોન માટે EMI 836 રૂપિયા પ્રતિ મહિને શરૂ થઈ રહ્યો છે.

એપલ iPhone SE iOS 10 સાથે આવે છે, જેને બાદમાં iOS 11 પર અપગ્રેડ કરી શકાય છે. આ સ્માર્ટફોનમાં 4 ઇંચની ડિસ્પ્લે છે, જેમાં 1136X640 પિક્સલનું રિઝોલ્યુશન આપવામાં આવ્યું છે. iPhone SEમાં 2GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યો છે. તેમાં 12 MPનું રિયર અને 1.2 MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનની ડિસ્પ્લેમાં સેન્ટરમાં ટચઆઈડી પણ આપવામાં આવ્યું છે.

ભારત સરકાર દ્વારા ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવ્યા બાદ એપલે હાલમાં ભારતમાં પોતાના iPhone મોડલની કિંમતો વધારી છે. જોકે iPhone SE પર આ વધારાની કોઈ અસર નહિ પડે, કારણ કે આ સ્માર્ટફોનને ભારતમાં જ બનાવવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો