અંજાર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૩૬ બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરાશે - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • અંજાર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૩૬ બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરાશે

અંજાર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૩૬ બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરાશે

 | 2:00 am IST

કોરોના વાઈરસ સામે લડવા જિલ્લાનું તંત્ર સજ્જ બનીને તકેદારીનાં ભાગરૃપે ભુજ અને આદિપુરની હોસ્પિટલમાં ૧૫૦ બેડ સાથેનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ હવે અંજાર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ ૩૬ બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યંુ છે.

મળતી વિગતો અનુસાર કલેક્ટર પ્રવીણા ડી.કે.એ આજે ગુરુવારનાં કોરોના કોવિડ-૧૯ અંતર્ગત સરકારની સૂચના અને તેમની ગાઈડલાઈન મુજબ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ૧૦૦ બેડ, આદિપુર સ્થિત હરિઓમ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં ૫૦ બેડ આઈસોલેશન વોર્ડની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હવે અંજાર ખાતેનાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ વેન્ટિલેટર મોનિટર સાથે ૩૬ બેડની સુવિધા સાથે આઈસોલેશન વોર્ડ તૈયાર કરવા સંદર્ભે સૂચના આપવામાં આવી હતી. આ આઈસોલેશન વોર્ડ સંદર્ભે કલેક્ટરે જિલ્લાની વિવિધ ચેમ્બર ઓફ કોર્મસનાં પ્રતિનિધિઓ, કંડલા ટિમ્બર એસો.નાં સભ્યો સાથે બેઠક કરીને તેમને સહયોગ આપવા અનુરોધ કરતાં આ વ્યાપારી સંસ્થાઓ દ્વારા સારો હકારાત્મક પ્રતિસાદ સાંપડયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, અત્યાર સુધી કચ્છમાં કોરોના વાઈરસનો માત્ર એક જ પોઝિટિવ કેસ નોંધાયો છે જ્યારે ૧૬ શંકાસ્પદ કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવા છતાં જિલ્લા તંત્ર દ્વારા કોરોના વાઈરસ સામે લડવા આગોતરા આયોજન કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન