An 8-year-old boy died after falling from the third floor in Vapi's Chiri village
  • Home
  • Gujarat
  • વાપી: ત્રીજા માળેથી પટકાતા માસૂમ બાળકનું મોત, દંપતીનું એકમાત્ર સંતાન હતું

વાપી: ત્રીજા માળેથી પટકાતા માસૂમ બાળકનું મોત, દંપતીનું એકમાત્ર સંતાન હતું

 | 11:30 pm IST
  • Share

વલસાડ જિલ્લાના વાપીમાં એક ગમખ્વાર ઘટના બની છે. વાપીના છીરી ગામે વલ્લભનગરના એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી 8 વર્ષિય બાળક બાલકનીમાંથી નીચે પટકાયું હતું. બાળક નીચે પડતાજ જ ઘટના સ્થળે તેનું મોત નિપજયુ હતું. બાળક નીચે પડ્યાની સાથે જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા. આ ઘટના બનતા સોસાયટીમાં ભગદોડ મચી ગઇ હતી.

છીરી ગામે વલ્લભનગરમાં આવેલા વલ્લભનગરના એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી ભાડેથી રહેતા પરપ્રાંતીય પરિવારનો 8 વર્ષનો પુત્ર બલવીર વિશ્વકર્મા સાંજે ગેલેરીમાં રમી રહ્યો હતો અને માતા રસોઈ બનાવી રહી હતી, ત્યારે અચાનક અકસ્માતે બલવીર ગેલેરીમાંથી નીચે પટકાયો હતો. આ સમયે બાળકનો અવાજ આવતા માતા રસોડામાંથી ગેલેરીમાં જોવા ગઈ હતી. આ સમયે તેણીએ પોતાનો પુત્ર જ નીચે પટકાયો હોવાનું જોતા તુરંત નીચે પહોંચી એપાર્ટમેન્ટના રહીશોની સહાયથી ઈજાગ્રસ્ત પુત્રને લઈને વાપીની હરિયા હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

મૃતક બલવીર વિશ્વકર્મા આ દંપતીનું એકમાત્ર સંતાન હતું. તેના આકસ્મિક અવસાનથી પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડયો હતો. જોકે આ ઘટના અંગે ડુંગરા પોલીસ મથકે કોઈ ફરિયાદ કે અકસ્માત મોત નોંધાયું ન હોવાનું પોલીસ જણાવી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો